નેશનલ

ઠંડી અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યા છે રામલલાના વસ્ત્રો

અયોધ્યાઃ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એવા સમયે ભગવાન રામલલાના વસ્ત્રોની પણ તૈયારી ચાલી રહી છે. ભગવાન રામના ટેલર છે ભગવત પ્રસાદ. તેમના મશીનો આજકાલ ધમધમતા રહે છે. મલલા માટે દિવસ પ્રમાણે અલગ-અલગ રંગના કપડાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઠંડીને જોતા સાત રંગોના અલગ-અલગ મખમલના કપડાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે રામજન્મભૂમિના ભૂમિપૂજન દરમિયાન તેમણે ભગવાન માટે લીલા રંગના કપડાં તૈયાર કર્યા હતા.

ભાગવત કહે છે કે, પ્રાણ પ્રતિષ્ઠા 22મી જાન્યુઆરીએ થશે. તે દિવસે સોમવાર છે અને તે દિવસ પ્રમાણે અમે સફેદ વસ્ત્રો તૈયાર કર્યા છે, પરંતુ શક્ય છે કે ભગવાનને પીળા વસ્ત્રો પહેરાવવામાં આવે. તેથી જ પીળા કપડા પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

ભાગવત પ્રસાદ કહે છે કે, 31 ડિસેમ્બરથી અમે ભગવાનની મૂર્તિઓ માટે કપડાં તૈયાર કરવામાં વ્યસ્ત છીએ. પુત્રો અને વહુઓ પણ તેમના આ કામમાં સાથ આપી રહ્યા છે. ભગવત પ્રસાદ માને છે કે તેમનો પરિવાર નસીબદાર છએ કે તેમને ભગવાન શ્રી રામ અને તેમના ભાઈઓ માટે કપડાં તૈયાર કરવાની તક મળી છે. તેમની ચોથી પેઢી આ કામમાં વ્યસ્ત છે. તેમના બાબા રામશરણ ભગવાનના કપડાં સીવવા હતા. તેમના પિતા બાબુલાલે આ વારસાને આગળ ધપાવ્યો અને હવે તેમનો ભાઈ અને તેમના ત્રણ પુત્રો આ કામમાં લાગેલા છે.

ભગવત પ્રસાદ ભગવાનના વસ્ત્રોના ફિટિંગ પર પમ ધ્યાન આપી રહ્યા છે. કોઈપણ જગ્યાએથી કોઈ દોરો ના દેખાય, કપડું ખેંચાઇ ગયેલું ના દેખાય એનો પૂરો ખયાલ રાખવામાં આવી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button