આર્કિટેક્ટ બનવાની ઈચ્છા રાખતા રામકૃષ્મ ગવઈ કેમ બન્યા CJI, કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

આર્કિટેક્ટ બનવાની ઈચ્છા રાખતા રામકૃષ્મ ગવઈ કેમ બન્યા CJI, કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

નાગપુર: તાજેતરમાં ભારતના પ્રધાન ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે પોતાના જીવનના અંગત અનુભવો શેર કર્યા હતા. તેમના માતા-પિતાના સંઘર્ષ અને જીવનની બદલતી આકાંક્ષાઓએ તેમના જીવનને કેવી રીતે આકાર આપ્યો તેની વાત કરતાં તેઓ ભાવુક થઈ ગયા. આ ઘટનાએ તેમના સાદગીભર્યા સ્વભાવ અને ન્યાયપાલિકા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી.

નાગપુર જિલ્લા ન્યાયાલય બાર એસોસિએશનના કાર્યક્રમમાં CJI ગવઈએ જણાવ્યું કે તેઓ આર્કિટેક્ટ બનવા માગતા હતા, પરંતુ તેમના પિતાનું સપનું હતું કે તેઓ વકીલ બને. તેમના પિતાએ આંબેડકરના માર્ગે ચાલીને સમાજની સેવા કરવાની ઈચ્છા રાખી હતી, પરંતુ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવાને કારણે તેઓ પોતે વકીલ બની શક્યા નહોતા. ગવઈએ પોતાનું સપનું છોડીને પિતાની ઈચ્છા પૂરી કરી.

પિતાની પ્રેરણા

CJI કાર્યક્રમમાં કહ્યું કે, તેમના પિતાની ઈચ્છ હતી કે તેઓ ન્યાયાધીશ બને. CJIના પિતા આંબેડકરના આદર્શોને અનુસરતા હતા. જ્યારે તેમના નામની ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે ભલામણ થઈ, ત્યારે પિતાએ કહ્યું હતુ કે વકીલ બન્યા રહીત તો, માત્ર રૂપિયા પાછળ દોડીશ. જ્યારે ન્યાયાધીશ બનીશ તો સમાજનું ભલું કરીશ.” ઉલ્લેખનીય છે કે, તેમના પિતાએ 2015માં અંતિમ શ્વાસ લીધા હતા. પરંતુ તેમની માતા હયાત છે.

હેમા માલિનીની વાર્તા કહીને તેને હસાવ્યા

CJIની વાતોથી ભાવુક વાતાવરણ સર્જાયું હતું. જે બાદ તેમણે હેમા માલિનીનો એક કિસ્સો શેર કર્યા માહોલ હળવો બનાવ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે નાગપુર જિલ્લા કોર્ટમાં અભિનેત્રી હેમા માલિની વિરુદ્ધ ચેક બાઉન્સનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેમને અને ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડેને હેમા માલિનીના વકીલ તરીકે હાજર રહેવું પડ્યું હતું. તેમણે હસતાં હસતાં કહ્યું, “તે દિવસે કોર્ટરૂમમાં હેમા માલિનીની એક ઝલક જોવા માટે ખૂબ ભીડ હતી, પરંતુ અમે ભીડ વચ્ચે તે પળનો આનંદ માણતા ખુદને રોકી શક્યા ન હતા.”

ન્યાયિક સક્રિયતા જરૂરી છે

ન્યાયતંત્ર પર બોલતા, CJI ગવઈએ કહ્યું કે ન્યાયિક સક્રિયતા જરૂરી છે, પરંતુ તે ન્યાયિક દુસ્સાહસ અથવા ન્યાયિક આતંકવાદમાં ફેરવી શકાતી નથી. તેમણે કહ્યું, “ભારતીય લોકશાહીના ત્રણેય અંગો – વિધાનસભા, કાર્યપાલિકા અને ન્યાયતંત્ર માટે મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. ત્રણેય અંગોએ કાયદા અને તેની જોગવાઈઓ અનુસાર કામ કરવું પડશે. જ્યારે સંસદ કાયદા કે નિયમથી આગળ વધે છે, ત્યારે ન્યાયતંત્ર હસ્તક્ષેપ કરી શકે છે.”

‘વકીલો કામ કરવા નથી માંગતા, દોષ અમારા પર આવે છે’ CJI ગવઈ કેમ ગુસ્સે થયા?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button