આ રીતે 15 મિનિટમાં અયોધ્યાના રામ મંદિરને હુમલામાંથી ઉગારી લેવાશે, જાણી લો માસ્ટરપ્લાન….

અત્યારે અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરનું કામ પૂરજોષમાં ચારી રહ્યું છે અને હેડિંગ વાંચીને જો તમે એવું માની રહ્યા હોવ કે અહીં અયોધ્યાના રિયલ રામ મંદિરની વાત ચાલી રહી છે તો ભાઈસાબ એવું નથી. અહીં વાત થઈ રહી છે આવતીકાલે રિલીઝ થઈ રહેલી કંગના રનૌતની ફિલ્મ તેજસની. આ ફિલ્મનું એક બીજું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ ટીઝરમાં કઈ રીતે કંગના 15 મિનીટમાં અયોધ્યાના રામ મંદિર પરના હુમલાને નિષ્ફળ બનાવે છે એ દેખાડવામાં આવ્યું છે.
બી-ટાઉનની ધાકડ ગર્લ તરીકે ઓળખાતી એક્ટ્રે કંગના રનૌત તેની આગામી ફિલ્મ ‘તેજસ’ને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. ફિલ્મ ‘તેજસ’ આવતીકાલે એટલે કે 27મી ઓક્ટોબરના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે અને આ દરમિયાન જ ફિલ્મનું નવું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવું ટીઝર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે અને એમાં અયોધ્યાના એક મોટા મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની આગામી ફિલ્મ ‘તેજસ’નું નવું ટીઝર શેર કર્યું હતું. આ ટીઝરમાં એવું જોવા મળે છે કે કંગના રનૌતને ખબરને માહિતી મળે છે કે અયોધ્યાના એક મોટા મંદિર પર આતંકવાદી હુમલો થવાનો છે. હવે મંદિરમાં પૂજારીઓ અને ભક્તોથી ભીડ વચ્ચે આ આતંકવાદી ષડયંત્રને માત્ર 15 મિનિટમાં નિષ્ફળ બનાવવાની જવાબદારી કંગના રનૌતને સોંપવામાં આવી છે.
ફિલ્મ ‘તેજસ’ના આ નવા રિલીઝ કરવામાં આવેલા ટીઝરમાં ક્યાંય અયોધ્યાના મોટા મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જોકે, આ ટીઝરમાં ક્યાંય રામ મંદિરનું નામ ક્યાંય લેવામાં આવ્યું નથી, પરંતુ અયોધ્યાની વાત હોય અને એમાં પણ ત્યાંના મોટા મંદિરનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો હોય તો તે રામલલ્લાનું મંદિર જ હોય એવી અટકળો લગાવવામાં આવી રહી છે.
ફિલ્મ વિશે વાત કરીએ તો કંગનાની ફિલ્મ ‘તેજસ’ ભારતની પ્રથમ એરિયલ એક્શન ફિલ્મ હોવાનું કહેવાઈ રહ્યું છે અને આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલાએ કર્યું છે. જોઈએ હવે 15 મિનિટમાં આપણી ધાકડ ગર્લ મંદિર પર થનારા આંતકવાદી હુમલાને નિષ્ફળ કરી શકે છે કે નહીં?