આ વ્યક્તિ બનશે રામ મંદિરના પૂજારી, જાણો તેમના વિશે
અયોધ્યાઃ સેંકડો વર્ષની લાંબી રાહ જોવડાવ્યા બાદ હવે અયોધ્યામાં ભગવાન રામલલ્લાનું ભવ્ય મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. ભગવાન રામલલ્લાના અભિષેક કાર્યક્રમ માટે 22 જાન્યુઆરી 2024ની સવારની પસંદગી કરવામાં આવી છે અને દેશના તમામ લોકો માટે 26 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી રામ જન્મભૂમિ દર્શનની તારીખ નક્કી કરવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા રામલલ્લાના અભિષેકની તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 50 લોકોને રામ મંદિરના પૂજારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ગાઝિયાબાદના વિદ્યાર્થી મોહિત પાંડેની પૂજારી તરીકે પસંદગી કરવામાં આવી છે. મોહિત પાંડેએ દૂધેશ્વર વેદ વિદ્યાપીઠમાં સાત વર્ષ અભ્યાસ કર્યા પછી વૈદિક શિક્ષણ મેળવ્યું છે અને પછી તેઓ તિરુપતિ ગયા હતા. રામ જોકે, મંદિરના પૂજારી તરીકે નિમણૂક પામતા પહેલા, તેઓએ પહેલા છ મહિનાના તાલીમ સત્રમાં ભાગ લેવો પડશે, ત્યારબાદ તેમને પૂજારી તરીકે કામ કરવાની તક મળશે.
સંસ્થાના આચાર્ય નિત્યાનંદે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓને ધર્મ અને સંસ્કારોનું જ્ઞાન આપવાનો અમારો ઉદ્દેશ્ય છે જેથી તેઓ પોતાના માટે સારું ભવિષ્ય પ્રાપ્ત કરી શકે.” સામવેદમાં અભ્યાસ પૂરો કર્યા પછી, મોહિત પાંડે વેંકટેશ્વર વૈદિક યુનિવર્સિટીમાં જોડાયા હતા. આચાર્યની ડિગ્રી મેળવ્યા બાદ મોહિત પાંડે હવે પીએચડીની તૈયારી કરી રહ્યા છે. મોહિત છેલ્લા સાત વર્ષથી દૂધેશ્વર વેદ વિદ્યાપીઠના ધર્મ અને રિવાજોનો અભ્યાસ કરી રહ્યા છે.
મોહિત પાંડેએજ્યાંથી વૈદિક શિક્ષણ મેળવ્યું છે એ વેંકટેશ્વર વૈદિક યુનિવર્સિટીમાંથી છેલ્લા 23 વર્ષથી દેશભરના વિદ્યાર્થીઓ વૈદિક શિક્ષણ મેળવી રહ્યા છે. અહેવાલો અનુસાર, મોહિત પાંડેની પસંદગી સ્થાનિક ગૌરવની બાબત બની ગઈ છે. તેમના પરિવારજનો આ સમાચારથી ઘણા જ આનંદિત છે. તેમના સગાસંબંધીઓ અને આસપાસના રહેવાસીઓ તેમ જ સમુદાયે આ મહત્વપૂર્ણ સિદ્ધિની ઉજવણી કરી છે. ગાઝિયાબાદના નાગરિકોને મોહિત પાંડે માટે ઘણી આશા અને પ્રાર્થના છે. અયોધ્યા રામ મંદિરના પવિત્ર સંકુલમાં તેઓ તેમના ધાર્મિક કાર્યોથી સકારાત્મક અસર લાવશે તેવી અપેક્ષા છે.