નેશનલ

પંજાબ હાઈ કોર્ટે હરિયાણા સરકારને પૂછયું કે જે નિયમો હેઠળ રામ રહીમને પેરોલ મળે છે તે….

ચંદીગઢ: હરિયાણા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ પંજાબ-હરિયાણા હાઈ કોર્ટમાં એવી અરજી કરી હતી કે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને હરિયાણા સરકાર વારંવાર મુક્ત કરે છે. તો રામ રહીમને આટલી વાર પેરોલ આપવામાં આવે છે. આના પર સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે જે નિયમો હેઠળ રામ રહીમને પેરોલ મળી રહી છે, તે જ નિયમો પર સરકાર બાકીના કેદીઓની અરજીઓ પર પણ વિચાર કરવો જોઈએ. 

ચીફ જસ્ટિસ રિતુ બહારી અને જસ્ટિસ નિધિ ગુપ્તાની ડિવિઝન બેન્ચે એસજીપીસી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈ કોર્ટે રાજ્ય સરકારને એ પણ જણાવવા કહ્યું હતું છે કે શું રામ રહીમ જેવા જ ગુનાઓ કર્યા હોય તેવા કેદીઓને પણ આ નિયમો હેઠળ પેરોલ આપવામાં આવશે. કોર્ટે કેદીઓની અરજીઓ પર સત્તાવાળાઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અંગેનો અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.  


ફેબ્રુઆરીમાં દાખલ કરાયેલી એસજીપીસીની અરજી અનુસાર રામ રહીમની પેરોલ વિશે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે રામ રહીમને જે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી તે જ મહિનામાં એકદમ સરળતાથી પોરેલ પણ મળી ગયા હતા. અને પેરોલ માટે કોઇ સંદર્ભ પણ રજી કરવામાં આવ્યો નહોતો.


નોંધનીય છે કે રામ રહીમને હત્યાના બે અલગ-અલગ કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જેના માટે તેને 17 જાન્યુઆરી 2019 અને 18 ઓક્ટોબર 2021ના રોજ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા હેઠળ રામ રહીમ રોહતકની સુનારિયા જેલમાં રાખવામાં આવ્યો હતો ત્યારે હાલમાં તેને ફરી 21 દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા. અગાઉ પણ તેને 70 દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button