નેશનલ

પ. બંગાળમાં રામ નવમીના શોભાયાત્રામાં છત પરથી પથ્થરમારો, હિંસક અથડામણમાં ઘણા ઘાયલ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બુધવારે રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અરાજકતા અને અથડામણના અહેવાલો જાણવા મળ્યા છે, જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે સાંજે શક્તિપુર વિસ્તારમાં બની હતી. અહીં રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે લોકો તેમના ધાબા પરથી સરઘસ પર પથ્થરમારો કરી રહ્યા છે.

હિંસક ઘટનાને કારણે તણાવ વધતો જોઈને પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે પરિસ્થિતિ કાબૂમાં છે અને વધારાના દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. ઘાયલ લોકોને બહેરામપુરની મુર્શિદાબાદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ભાજપના બંગાળ એકમે આક્ષેપ કર્યો છે કે રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી.


વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે, “રામ નવમી પર સરઘસ કાઢવા માટે વહીવટી પરવાનગી લેવામાં આવી હતી, પરંતુ બદમાશોએ શક્તિપુર, બેલડાંગા – II બ્લોક, મુર્શિદાબાદમાં શોભાયાત્રા પર હુમલો કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આ વખતે મમતા પોલીસ પણ આમાં સામેલ થઈ હતી. પોલીસે ટીયર ગેસ છોડ્યો જેથી શોભાયાત્રા અચાનક જ ખતમ થઇ ગઇ હતી.થઈ ગયું અને રામ ભક્તો પર શેલ પણ છોડવામાં આવ્યા હતા.’


બહેરામપુરના સાંસદ અને કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે સાંજે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “હું અથડામણમાં ઘાયલ થયેલા લોકોને જોવા માટે માલદા આવ્યો હતો. પરંતુ ભાજપના કાર્યકરોએ એવો દાવો કર્યો કે હિંદુઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને મારી પાસેથી જવાબ માંગ્યો. તેમણે શાસક પક્ષ પાસેથી જવાબ માગવો જોઇએ.હુલ્લડો એક યોજના મુજબ ભડકાવવામાં આવી રહ્યો છે અને ભાજપનો વિરોધ આ વાત સાબિત કરે છે. મેં ચૂંટણી પંચ સાથે વાત કરી છે. શક્તિપુરમાં વધારાના દળો મોકલવામાં આવ્યા છે અને એસપી સ્થળ પર છે.”

મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મુર્શિદાબાદમાં રામ નવમી પર રમખાણો ફાટી નીકળવાની ચેતવણી આપ્યાના થોડા દિવસો બાદ આ ઘટના બની હતી. સીએમ મમતાએ સોમવારે કહ્યું હતું કે “આજે પણ મુર્શિદાબાદના ડીઆઈજીને માત્ર ભાજપના નિર્દેશ પર જ બદલવામાં આવ્યા હતા. તોફાનો અને હિંસા ભડકાવવા બદલ ભાજપ પોલીસ અધિકારીઓને બદલાવવા માગતી હતી. હવે જો મુર્શિદાબાદ અને માલદામાં રમખાણો થશે તો તેની જવાબદારી ચૂંટણી પંચની રહેશે,કારણ કે તેઓ અહીં કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખે છે.”


અગાઉ, મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે રામ નવમીના અવસર પર રાજ્યમાં રમખાણો ભડકાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. એક ચૂંટણી રેલીમાં મમતાએ આક્ષેપ કર્યો હતો કે તેઓ દંગામાં સામેલ થશે અને દંગા ફેલાવીને વોટ લૂંટીને ચૂંટણી જીતશે.’


નોંધનીયછે કે ગયા વર્ષે, બંગાળમાં રામ નવમીની ઉજવણી દરમિયાન હિંસા થઈ હતી, જેના કારણે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે મોટા પાયે ઘર્ષણ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button