નેશનલ

Ram Mandir update: નિર્માણ સમિતિની બેઠક, તૈયારીઓ અંતિમ તબક્કામાં, AIUDF નેતાનું વિવાદાસ્પદ નિવેદન

અયોધ્યમાં રામ મંદિર નિર્માણ સમિતિની બેઠક આજથી શરૂ થઈ રહી છે. બેઠક પહેલા જન્મભૂમિ પથ પર એક રાઉન્ડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ એક્ઝિક્યુટીંગ એજન્સીના એન્જિનિયર સાથે નિરીક્ષણ જર્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા માટે મંદિર અને મંદિર સંકુલમાં તૈયારી કરવામાં આવી રહી છે. ભગવાન રામ લલ્લા 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે.

અયોધ્યા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ મંદિરમાં ચાલી રહેલા નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું કે, મેં મંદિર રોડ પરની તૈયારીઓ, મંદિરના માર્ગ પર લગાવેલા દરવાજા, ભક્તો માટે બનાવેલી શામિયાણી વગેરેની સમીક્ષા કરી હતી. તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં છે.


શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને મળવા આવેલા અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારે કહ્યું કે, હું તેમને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની વ્યવસ્થાને લઈને મળ્યો હતો. તે દિવસે ઘણા ચાર્ટર્ડ પ્લેન આવવાના છે. આગામી સમયમાં ફ્લાઇટની સંખ્યામાં વધારો થશે. અમદાવાદની આકાસા એરલાઈન્સે પણ અમારો સંપર્ક કર્યો છે.


ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા અને સાંસદ બદરુદ્દીન અજમલે કહ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે અને તે દરમિયાન લાખો લોકો કાર, ટ્રેન, બસ, સ્પેશિયલ ટ્રેન, ફ્લાઈટમાં ત્યાં જશે. ભાજપની મોટી યોજનાઓ છે. હું મારા મુસ્લિમ ભાઈઓને વિનંતી કરું છું કે તેઓ 20 થી 24-25 જાન્યુઆરી સુધી મુસાફરી ન કરે.


બદરુદ્દીન અજમલના નિવેદન પર કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન અને બીજેપી નેતા બસવરાજ બોમાઈએ કહ્યું, ‘આ લઘુમતીઓને મુખ્ય પ્રવાહથી અલગ કરવાની કોંગ્રેસની નીતિ અને વ્યૂહરચના છે. તેઓ ભય પેદા કરી રહ્યા છે, તેઓ ભય ફેલાવનારા છે. આવું કંઈ નહીં થાય. બધું શાંતિપૂર્ણ રહેશે. હું દરેકને તેમના તમામ સામાન્ય કામ કરવા વિનંતી કરું છું, અને જેઓ (ભગવાન રામમાં) માને છે તેઓએ 22 જાન્યુઆરીએ પૂજા કરવી જોઈએ. અન્ય સમુદાયોને તેમનું સામાન્ય કામ કરવા દો. કશું થવાનું નથી. અને જો આવું થશે તો કોંગ્રેસ પક્ષ જવાબદાર રહેશે.’


આ અંગે કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું, ‘ન તો બદરુદ્દીન અજમલ ભારતના તમામ મુસ્લિમોના વડા છે અને ન તો તે કોઈ ધાર્મિક નેતા છે. જો તેઓ કોઈ અભિપ્રાય રજૂ કરવા માંગતા હોય, તો તેમણે પોતાના પક્ષના નેતાઓ સમક્ષ મૂકવો જોઈએ. ભારતનો દરેક નાગરિક કાયદાકીય અને બંધારણીય રીતે કરવામાં આવેલા તમામ કાર્યોને અનુસરે છે. સુપ્રીમ કોર્ટ જ્યારે ચુકાદો આપે ત્યારે એક પક્ષ ખુશ થાય અને બીજો પક્ષ ખુશ ન થાય એ સ્વાભાવિક છે. તેઓ કયા એજન્ડાને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે? જો તમે ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરો છો અને સમાધાનકારી મામલાને ફરીથી ઉઠાવવાનો પ્રયાસ કરો છો, સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો પ્રયાસ કરો છો, તો તેનો ફાયદો ભાજપને જ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button