ધર્મતેજનેશનલ

Ram Mandir દર્શન વ્યવસ્થામાં ટ્રસ્ટે કર્યો મોટો બદલાવ, વીઆઇપી વ્યવસ્થા નાબૂદ કરાશે

અયોધ્યા : અયોધ્યા(Ayodhya)રામ મંદિરમાં(Ram Mandir)દરરોજ રામલલાના દર્શન કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. રામ મંદિર ટ્રસ્ટ ટૂંક સમયમાં જ દરરોજ આવતા ભક્તો માટે પાસ ઇસ્યુ કરશે. એટલું જ નહીં તે તમામ ભક્તો માટે એક અલગ લાઇન પણ બનાવવામાં આવશે. જેથી કરીને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. પરંતુ આમાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. સંત સમુદાયે ટ્રસ્ટની આ પહેલને બિરદાવી છે.

થોડા દિવસોમાં પાસ આપવામાં આવશે

રામ મંદિર ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું કે, ટ્રસ્ટ એવા સંતો અને સામાન્ય લોકોની યાદી બનાવી રહ્યું છે જેઓ દરરોજ રામ લલ્લાના દર્શન કરવા માગે છે. આ કામ માટે સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. સાધુ-સંતોનો સંપર્ક કરી ફોર્મ ભરવા માટે કહેવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તેમના આધાર કાર્ડની કોપી પણ લેવામાં આવી રહી છે. આગામી થોડા દિવસોમાં તેમને પાસ આપવામાં આવશે. પાસમાં જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવશે.

રામ મંદિરના દર્શનની વ્યવસ્થામાં મોટા ફેરફાર

અયોધ્યાના રામ મંદિરની વ્યવસ્થામાં ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે જો કોઈ ખાસ વ્યક્તિ હશે તો તેને મંદિર પરિસરમાં ચંદન કે તિલક લગાવવામાં આવશે નહીં. બીજું, હવે ચરણામૃત કોઈને આપવામાં આવશે નહીં અને ત્રીજું અને સૌથી મહત્ત્વનું એ છે કે હવે પૂજારીને પૈસા આપવાને બદલે ભક્તો માત્ર દાન જ આપી શકશે.

આ પણ વાંચો…
NEET-UG ના 1,563 ઉમેદવારોની છ શહેરમાં આજે પરીક્ષા, શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહેશે

રામ ભક્તો સાથે સમાન વ્યવહાર

શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામ મંદિર ટ્રસ્ટને ઘણા સમયથી આ ફરિયાદ આવી રહી હતી કે તમામ રામ ભક્તો સાથે સમાન વ્યવહાર કરવામાં આવતો નથી. કેટલાક લોકોને વિશેષ સુવિધા મળી રહી છે. તે લોકોને ચંદનનું તિલક લગાવવામાં આવે છે અને તેમને ચરણામૃત આપવામાં આવે છે. ટ્રસ્ટે આ સિસ્ટમ નાબૂદ કરી છે. હવે કોઈને વિશેષ ગણવામાં આવશે નહીં અને દરેક સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે.

અયોધ્યામાં રહેતા લોકો પણ પાસ મેળવી શકશે

આ વ્યવસ્થા માત્ર સાધુ સંતો પુરતી મર્યાદિત નથી. સામાન્ય લોકો પણ તેનો લાભ લઈ શકે છે. જો અયોધ્યાના લોકો રામલલાના દર્શન કરવા ઉત્સુક હોય તો તેઓ રામ મંદિર ટ્રસ્ટની ઓફિસનો સંપર્ક કરી શકે છે. જો કે ટ્રસ્ટે હજુ સુધી અરજીઓ સ્વીકારવાની સેવા શરૂ કરી નથી. ટૂંક સમયમાં આ માટે ટ્રસ્ટના કર્મચારીઓ મારફતે નોંધણીની સુવિધા શરૂ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button