રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવઃ મહાકાલેશ્વર મંદિર તરફથી પાંચ લાખ લાડુ અયોધ્યા મોકલાશે

ઉજ્જૈનઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર તરફથી પાંચ લાખ લાડુ અયોધ્યા મોકલવામાં આવશે. દરેક લાડુનું વજન લગભગ 50 ગ્રામ છે અને તમામ લાડુનું કુલ વજન 250 ક્વિન્ટલ થશે, એવું તીર્થસ્થળના એક અધિકારીએ જણાવ્યું હતું.
મહાકાલેશ્વર મંદિરના પદાધિકારીએ જણાવ્યું હતું કે અમે ચાર લાખ લાડુ પેક કર્યા છે. વધું એક લાખ લાડુ પેક કરવામાં આવી રહ્યા છે. તેઓ શુક્રવારે ત્રણથી ચાર ટ્રકમાં લાડુ ભરીને અયોધ્યા જવા રવાના થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે ઘોષણા કર્યાના પાંચ દિવસમાં મંદિરના 150 કર્મચારીઓ અને સામાજિક સંસ્થાઓના લોકોએ લાડુ તૈયાર કર્યા હતા. લાડુ 900 કિમી દૂર અયોધ્યામાં “બાબા મહાકાલ”ના પ્રસાદ તરીકે મોકલવામાં આવશે. તેમણે કહ્યું હતું કે મહાકાલ મંદિર પરિસરમાં એક વિશેષ એકમ હતું, જે લાડુ તૈયાર કરે છે.
અમે 22 જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે મહાકાલેશ્વર મંદિરમાંથી પાંચ લાખ લાડુ અયોધ્યા મોકલવા જઈ રહ્યા છીએ. મુગલ સમ્રાટ બાબરે અયોધ્યામાં મંદિર તોડી પાડ્યું હતું. હવે જ્યારે તેનું પુનઃનિર્માણ થઈ ગયું છે ત્યારે આ પ્રસંગની ઉજવણીમાં મધ્યપ્રદેશ કેવી રીતે પાછળ રહી શકે તેવો સવાલ તેમણે કર્યો હતો.