નેશનલ

રામ મંદિરના પ્રતિષ્ઠાન મહોત્સવને કારણે પચાસ હજાર કરોડનો વેપાર થશે

અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ મંદિરને લઈને દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 22મી જાન્યુઆરીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રામ મંદિરને કારણે અયોધ્યામાં મોટા પ્રમાણમાં રોજગાર અને આવક પણ નિર્માણ થશે એવું કહેવામાં આવી રહ્યું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને કારણે 50,000 કરોડ રૂપિયાનો વેપાર થશે એવો દેશના અગ્રણી વેપારી સંગઠન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

રામ મંદિરને લઈને સમગ્ર ભારત વાસીઓમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તેની સાથે સાથે રામ મંદિરની થીમ વાળી વસ્તુઓની માગણીમાં પણ ભરપૂર વધારો જોવા મળ્યો છે. આવી વસ્તુઓની માગણીને પૂરી કરવા રાજ્યના દરેક વેપારીઓએ કમર કસી લીધી છે. 22 જાન્યુઆરીને રામરાજ્ય દિવસના રૂપમાં ઉજવવામાં આવે એવી માગણી વડા પ્રધાન મોદીને કરી હતી.

રામમંદિરના ઉત્સાહને જોઈને રામ મંદિરની થીમવાળી વસ્તુઓની માગણી સૌથી વધારે રહેવાની છે. આ વસ્તુઓમાં રામ ધજા, શ્રી રામના તસવીરવાળી માળા, પાકિટ, લોકેટ, કિચેન, રામ મંદિરના ફોટોગ્રાફ સહિત રામ મંદિરની નાનું મોડલ આવી અનેક વસ્તુઓની માગણીમાં વધારો જણાઈ રહ્યો છે. આ બધી વસ્તુઓની માગણીમાં વધારો આવતા વેપારીઓને તેનો ફાયદો થશે, એમ સંગઠનના અધિકારીએ દાવો કર્યો હતો.

રામ મંદિરને લીધે વેપાર અને રોજગારમાં વધારો થશે. રામ મંદિરના હજારો નાના મોડલ બનાવી હજારો મહિલાઓને રોજગાર મળ્યો છે અને રામ મંદિરના નિર્માણ માટે રાજ્યના અનેક મજૂરો અને કલાકારોને પણ રોજગાર મળ્યો હોવાનું વેપારી મંડળના એક અધિકારીએ કહ્યું હતું.

રામ મંદિરને માત્ર મોડલને લીધે નહીં પણ આ સાથે સાથે રામ મંદિરની થીમવાળા કુર્તા, ટી શર્ટને લીધે કાપડ ઉદ્યોગમાં તેજી આવશે. આ ઉપરાંત, મંદિર લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવતું રંગોળી બનાવવા માટે રંગ, ફૂલો અને લાઇટ જેવી સજાવટની વસ્તુઓની પણ ભરપૂર સ્ટોક અહીંના વેપારીઓએ કરી રાખ્યો છે. આ વેચાણને લીધે અંદાજે 50,000 કરોડ રૂપિયાનો વેપાર થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત