અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચુકી છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે રામ લલ્લાનાની પ્રાણ પ્રતિષ્ઠા થશે, હાલમાં તેઓ વિશેષ અનુષ્ઠાન કરી રહ્યા છે. દરમિયાન, તેમણે આજે શુક્રવારે માઇક્રો બ્લોગિંગ સાઇટ X પર કેટલાક ભજનો શેર કર્યા.
વડા પ્રધાન મોદીએ પ્રખ્યાત ગાયક સુરેશ વાડેકર અને આર્ય અંબેકરના રામ ભજનને શેર કરતા એક પોસ્ટમાં લખ્યું લખ્યું, “અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા આખો દેશ ભગવાન શ્રી રામની ભક્તિના રંગમાં રંગાઈ ગયો છે. સુરેશ વાડેકર જી અને આર્ય અંબેકરજીએ તેમની મધુર ધૂનમાં આ ભાવના વ્યક્ત કરી છે.”
દેશમાં જ નહીં વિદેશોમાં પણ રામ ભજન ગવાઈ રહ્યા છે. સુરીનામ અને ત્રિનિદાદ-ટોબેગો જેવા કેરેબિયન દેશોમાંથી પણ રામ ભજનો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ એક્સ હેન્ડલ પર એક પોસ્ટ દ્વારા આવા જ કેટલાક ભજનો વિશે માહિતી આપી હતી. આ ભજનોની યુટ્યુબ લિંક્સ શેર કરતી વખતે, તેમણે લખ્યું, “રામાયણના સંદેશે સમગ્ર વિશ્વમાં લોકોને પ્રેરણા આપી છે. અહીં સુરીનામ અને ત્રિનિદાદ અને ટોબેગોના કેટલાક ભજનો છે.”
વાળ પ્રધાન નરેન્દ્ર મોદી પહેલા પણ ઘણા અન્ય ગાયકોના રામ ભજન શેર કરી ચૂક્યા છે. સૌ પ્રથમ, 5 જાન્યુઆરી, 2024 ના રોજ જુબીન નૌટિયાલનું ગીત શેર કરતી વખતે, તેણે લખ્યું રામ લાલાની ભક્તિથી ભરપૂર જુબીન નૌટિયાલ, પાયલ દેવ અને મનોજ મુન્તાશીરનું આ સ્વાગત ભજન હ્રદયસ્પર્શી છે…”. ત્યાર બાદ વડા પ્રધાને હંસરાજ રઘુવંશીએ ગાયેલું રામ ભજન પણ શેર કર્યું હતું.