રામે રાખ્યા રાહુલનેઃ વિપક્ષના નેતાની રામ પરની ટીપ્પણી વિરુદ્ધની અરજી કોર્ટે નકારી

વારાણસીઃ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાની એમપી-એમએલએ કોર્ટ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી સામે ભગવાન રામને લઈ કરેલી કથિત ટિપ્પણીને લઈ દાખલ કરવામાં આવેલી અરજી નકારી હતી. મે 2025માં અમેરિકાની યુનિવર્સિટીમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ પૌરાણિક વ્યક્તિ તરીકે ઉલ્લેખ કર્યો હતો.
કોર્ટે શું કહ્યું
રાહુલ ગાંધી સામે અરજી દાખલ કરનારા હરિશંકર પાંડેએ જણાવ્યું, એડિશનલ મુખ્ય ન્યાયાધીશ નીરજ કુમાર ત્રિપાઠીએ અરજી નકારી છે. કોર્ટે અરજીને નોન પરમેન્નટ પિટિશન માનીને નકારી હતી. કોર્ટે કહ્યું, આવા કેસમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતની જોગવાઈ અનુસાર કેન્દ્ર, રાજ્ય સરકાર કે જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. વકીલે કહ્યું કે, હવે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી માંગીશું અને ફરીથી અરજી દાખલ કરીશું.
આપણ વાંચો: મણિપુરમાં ભૂકંપના બે આંચકા, પૂર્વોત્તર રાજ્યમાં પણ આંચકા અનુભવાયા
12 મેના રોજ હરિશંકર પાંડેએ અરજી કરીને આરોપ લગાવ્યો હતો કે, બ્રાઉન યુનિવર્સિટીમાં ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ભગવાન રામને પૌરાણિક અને કાલ્પનિક વ્યક્તિ ગણાવ્યા હતા. પાંડેએ કોર્ટને કાયદાની વિવિધ કલમો અંતર્ગત એફઆઈઆર નોંધવા વિનંતી કરી હતી. તેમણે રાહુલ ગાંધીની ટિપ્પણીને ધૃણાસ્પદ ભાષણના રૂપમાં વર્ગીકૃત કરી હતી.
આ ઉપરાંત ફરિયાદમાં સાંસદ રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના આ પ્રકારના કૃત્યો વારંવાર કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મહાન સ્વતંત્રતા સેનાની વીર સાવરકર સંબંધિત મામલે કોર્ટે રાહુલ ગાંધી અને તેમના પક્ષને ફટકાર લગાવી હતી.