રક્ષાબંધનમાં વધ્યો 'લબુબુ' ઢીંગલીની રાખડીનો ક્રેઝ, નાના બાળકો તો ઠીક ભાઈ-ભાઈની પણ છે પહેલી પસંદ...

રક્ષાબંધનમાં વધ્યો ‘લબુબુ’ ઢીંગલીની રાખડીનો ક્રેઝ, નાના બાળકો તો ઠીક ભાઈ-ભાઈની પણ છે પહેલી પસંદ…

નવી દિલ્હી: રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા જ બજારોમાં રાખડીઓની રોનક જોવા મળી રહી છે. દરેક રક્ષાબંધન વખતે બજારમાં અવનવી રાખડીઓ વેચાવા માટે આવતી હોય છે. આ વખતે બજારમાં સૌથી વધુ ‘લબુબુ’ ઢીંગલીવાળી રાખડીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ રાખડીને યુવાનોથી લઈને બાળકો અને ભાઈ-ભાભી તથા સેલિબ્રિટીઝ પણ પસંદ ખરીદી રહ્યા છે.

નાનેરાથી લઈને મોટેરાઓની પસંદ બની ‘લબુબુ’ રાખડી
તાજેતરમાં ‘લબુબુ’ ઢીંગલીએ ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ ઢીંગલી આંતરરાષ્ટ્રીય ગાયિકા રિહાનાથી લઈને અનન્યા પાંડે અને શર્વરી વાઘ સહિતની બોલિવૂડની અભિનેત્રીઓમાં પણ લોકપ્રિય બની ગઈ છે.

‘લબુબુ’ ઢીંગલીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને હવે તેની રાખડી પર બજારમાં આવી ગઈ છે. 15થી 18 વર્ષના યુવાનોમાં ‘લબુબુ’ ઢીંગલીની રાખડીનો ક્રેઝ છે, એવું દુકાનદારો જણાવી રહ્યા છે.

‘લબુબુ’ ઢીંગલીની રાખડી માત્ર બાળકોમાં જ નહીં, પરંતુ ભાઈ-ભાભીની રાખડીઓમાં પણ લોકપ્રિય બની છે, જે સામાન્ય રીતે આવી ડિઝાઇનથી અલગ હોય છે. આ રાખડીઓ વાદળી, લાલ, જાંબલી અને ગુલાબી જેવા રંગોમાં વિવિધ પેટર્ન સાથે ઉપલબ્ધ છે. દરેક લબુબુ રાખડીના ચહેરાના હાવભાવ પણ અલગ-અલગ હોય છે, જે તેને વધુ આકર્ષક બનાવે છે. ક્યાંક તીરનું નિશાન તો ક્યાંક ભ્રમરવાળી ડિઝાઇન, આ વિવિધતા લોકોનું મન મોહી રહી છે.

લાબુબુ રાખડીની કિંમત તેના કદ પર આધાર રાખે છે. નાની સાઈઝની રાખડી ₹150 થી શરૂ થાય છે, જ્યારે મોટી સાઈઝની રાખડી ₹300 થી ₹700 સુધીમાં મળી રહે છે. અન્ય ડિઝાઇનની રાખડીઓની કિંમત પણ તેમની ડિઝાઇન, કદ અને પેકેજિંગ પર આધારિત હોય છે, જે દરેક વર્ગના લોકો માટે વિકલ્પો પૂરા પાડે છે. આ વર્ષે, આ ટ્રેન્ડી રાખડીઓ તહેવારની ખરીદીને વધુ રસપ્રદ બનાવી રહી છે.

‘લબુબુ’ રાખડી સિવાય અન્ય રાખડીની પણ માંગ
લબુબુ રાખડી સિવાય લોકો ‘ઇવિલ આઈ’વાળી રાખડીઓને પણ આ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ રાખડી સામાન્ય રીતે ઘેરા વાદળી રંગમાં જોવા મળે છે. નવા રંગો અને ડિઝાઇનો પણ આ રાખડી જોવા મળી રહી છે. આ વખતે મંગળસૂત્ર ડિઝાઇનવાળી’ઇવિલ આઈ’ની રાખડીઓનો સારો એવો ક્રેઝ છે. એવું રાખડીના વેપારીઓ જણાવી રહ્યા છે. અન્ય એક વેપારીએ જણાવ્યું હતું કે, પહેલાં માત્ર વાદળી આંખની ડિઝાઇન લોકપ્રિય હતી, પરંતુ હવે તેમાં ગુલાબી, લીલા, લાલ અને બહુરંગી ડિઝાઇન પણ ઉપલબ્ધ છે, જે ખાસ કરીને યુવાનોને આકર્ષી રહી છે.

આ પણ વાંચો…શું ખરેખર ટ્રેન્ડિંગ લાબુબુ ઢીંગલી ડરામણી છે? બાળકો નહીં, મોટા પણ થયા દિવાના!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button