95 વર્ષ બાદ સર્જાશે દુર્લભ સંયોગ, ભદ્રા કાળનો સમય અને રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત જાણો…

દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા પર ભાઈ-બહેનના પ્રેમના તહેવાર એટલે કે રક્ષા બંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 9મી ઓગસ્ટના ઉજવવામાં આવશે. આ પવિત્ર દિવસે બહેન ભાઈના કાંડે રાખડી બાંધે છે અને ભાઈ પણ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.
આ વર્ષની રક્ષાબંધન ખૂબ જ ખાસ રહેવાની છે કારણ કે 95 વર્ષ બાદ એક ખાસ અને દુર્લભ કહી શકાય એવો સંયોગ બનવા જઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આજથી 95 વર્ષ પહેલાં એટલે કે 1930માં જેવા યોગ રક્ષાબંધન પર બન્યા હતા એવા જ યોગ બની રહ્યા છે. આ વખતે તારીખ, દિવસ, તિથિ, નક્ષત્ર અને યોગ પણ એવા જ છે.
વૈદિક ગણતરી અનુસાર 1930માં પણ 9મી ઓગસ્ટના રક્ષાબંધન હતી અને દિવસ, તિથિ, યોગ-નક્ષત્ર, ગ્રહોની ચાલ એક જેવી જ હતી એવા જ યોગ આ વર્ષે 9મી ઓગસ્ટના બની રહ્યા છે. આ સિવાય આ દિવસે સૌભાગ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને શ્રવણ નક્ષત્ર જેવા શુભ સંયોગ પણ બની રહ્યા છે.
વાત કરીએ રાખડી બાંધવાના મૂહુર્તની તો શ્રાવણ પૂર્ણિમાની શરૂઆત 8મી ઓગસ્ટના બપોરે 2.12 કલાકથી થશે અને 9મી ઓગસ્ટના બપોરે 1.24 કલાક સુધી રહેશે. જોકે, 8મી ઓગસ્ટના ભદ્રા રહેશે, એટલે શુભ કાર્ય કરવા આ સમયે વર્જિત હોય છે. ભદ્રા 8મી ઓગસ્ટના બપોરે 2.12 મિનિટથી શરૂ થશે અને બીજા દિવસે સવારે 1.52 કલાકે સમાપ્ત થશે.
રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટેના બેસ્ટ ટાઈમની વાત કરીએ તો 9મી ઓગસ્ટના સવારે 5.47 કલાકથી લઈને બપોરના 1.24 કલાક સુધી રહેશે. આ સમયે બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી શકે છે, જેથી ભાઈના જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે.
આ પણ વાંચો…રક્ષાબંધન 2025: 100 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકો માટે રહેશે ખૂબ જ શુભ…