નેશનલ

રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખર પોતાની ખુરશી છોડી કેમ બહાર ચાલ્યા ગયા

નવી દિલ્હીઃ રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખરે આજે નારાજ થયા હતા અને ચાલુ રાજ્યસભાએ પોતાની ખુરશી છોડી ચાલ્યા ગયા હતા. જગદીપ ધનખરે કહ્યું કે હાલના સમયમાં હું જોઈ રહ્યો છું કે મારા પર સતત શાબ્દિક હુમલા થઈ રહ્યા છે. મારી વિરુદ્ધ ખોટી કોમેન્ટ કરવામાં આવી રહી છે. એક અખબારમાં મારી વિરુદ્ધ એક લેખ પણ લખવામાં આવ્યો હતો. ગૃહમાં દરરોજ મારું અપમાન થાય છે.

રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિપક્ષના સૂત્રોચ્ચારથી ખૂબ જ નારાજ જોવા મળ્યા. ગુરુવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ તેમણે કહ્યું કે હાલના સમયમાં હું જે જોઈ રહ્યો છું તે એ છે કે મારા પર સતત હુમલા થઈ રહ્યા છે. મારી વિરુદ્ધ ખોટી કોમેન્ટ કરવામાં આવી રહી છે. એક અખબારમાં મારી વિરુદ્ધ એક લેખ પણ લખવામાં આવ્યો હતો. ગૃહમાં દરરોજ મારું અપમાન થાય છે. અધ્યક્ષ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે હું અહીં બેસી શકતો નથી, તેથી હું થોડો સમય અહીંથી જતો રહ્યો છું.

આમ કહી ધનગર ગૃહ છોડી ચાલ્યા ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button