જયા બચ્ચન રાજ્યસભામાં બની ગયા ટીચર અને કનીમોઝી શિક્ષણ પ્રધાનથી નારાજ…

નવી દિલ્હીઃ રાજ્યસભાના બજેટ સત્રનું બીજું ચરણ આજથી શરૂ થયું ને પહેલા જ દિવસે હંગામો થયાના અહેવાલો છે. રાજ્યસભામાં આજે બે મહિલા સાંસદ જયા બચ્ચન અને કનીમોઝીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
જયા બચ્ચને તો આજે શિક્ષકનો અવતાર ધારણ કર્યો હોય તેમ રાજ્યકક્ષાના પ્રધાનને તૈયાર કરીને રાજયસભામાં આવવા જણાવ્યું હતું. રાજ્ય પ્રધાન સંજય સેઠ દરેક પ્રશ્નના જવાબ પેપરમાંથી વાંચી આપતા હતા. વન રેંક વન પેન્શન (OROP) સેઠ જવાબ આપતા હતા.
Also read : Parliament Session:સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં હંગામાની શક્યતા, વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરશે
ત્યારે જયા બચ્ચને તેમને કહ્યું કે પ્રધાન દરેક સવાલના જવાબ પેપરમાંથી વાંચીને આપે છે અને તેમને કહ્યું કે તમારે તૈયારી કરી બધુ જાણીને આવવું જોઈએ. ત્યારબાદ તેઓ બેસી ગયા પણ એવું સંભળાયું કે પ્રધાને ઓરિએન્ટેશન ક્લાસમાં જવાની જરૂર છે.
તો બીજી બાજુ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન સામે ફરિયાદ કરતા કનીમોઝીએ કહ્યું કે તેમણે સાઉથની પ્રજાને અસભ્ય ગણાવી હતી. તેમણે ત્રણ ભાષાની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે પ્રધાને સભામાં જ કહ્યું હતું કે જો તેમને મારા શબ્દોથી દુઃખ થયું હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું.