ટોપ ન્યૂઝનેશનલ

રાજ્યસભાના સાંસદોને મળશે સ્માર્ટ ગેજેટ્સ: ટેકનોલોજીથી સજ્જ થશે!

નવી દિલ્હી: રાજ્યસભા સાંસદોને હવે ટેકનોલોજીની દ્રષ્ટિએ વધુ સક્ષમ બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદોને વધુ આધુનિક સુવિધા પૂરી પાડવા માટે આ વખતે મોટી ભેટ આપવામાં આવશે. હવે સાંસદોને સ્માર્ટ ટીવી, સ્માર્ટ પ્રોજેક્ટર, પોર્ટેબલ પ્રોજેક્ટર સ્ક્રીન, ટેબ્લેટ, સ્માર્ટ ડિસ્પ્લે, સ્માર્ટ સ્પીકર અને વેરેબલ્સ જેવા લેટેસ્ટ ગેજેટ્સ પણ આપવામાં આવશે. આ નિર્ણય 23 મે, 2025ના રોજ મળેલી એક બેઠક બાદ લેવામાં આવ્યો હતો અને તેને “Scheme of Financial Entitlement of Members of Rajya Sabha for Computer Equipment” હેઠળ લાગુ કરવામાં આવશે.

રાજ્યસભા બુલેટિન દ્વારા આપવામાં આવી માહિતી
આ અંગેની જાણકારી રાજ્યસભા બુલેટિન દ્વારા સાંસદોને આપવામાં આવી છે. રાજ્યસભા સચિવાલયે “કમ્પ્યુટર ઇક્વિપમેન્ટ (મેમ્બર્સ ઑફ રાજ્યસભા એન્ડ ઓફિસર્સ) રૂલ્સ, 2008” હેઠળ કમ્પ્યુટર ઉપકરણોની જોગવાઈઓમાં સુધારાની જાહેરાત કરી છે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યસભાના સભ્યોને તેમના કાર્યો અને ફરજો વધુ સારી રીતે નિભાવવા માટે જરૂરી ટેકનોલોજીકલ સાધનો પૂરા પાડવાનો છે. રાજ્યસભાના સભ્યોને “કમ્પ્યુટર ઇક્વિપમેન્ટ માટે રાજ્યસભાના સભ્યોના નાણાકીય હકનો યોજના” હેઠળ કમ્પ્યુટર સાધનોની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ યોજનાના નિયમ 4ના પેટા-નિયમ (iv) હેઠળ, જોડાણમાં દર્શાવેલ વસ્તુઓની સૂચિમાં સુધારો કરવામાં આવ્યો છે.

લોકસભા સાંસદો માટે વર્તમાન સ્થિતિ
નોંધનીય છે કે, લોકસભાના સાંસદો માટે હાલમાં આવી સ્માર્ટ ગેજેટ્સની સુવિધાનો કોઈ સીધી જોગવાઇ નથી. તેમને સ્માર્ટફોન કે અન્ય સ્માર્ટ ગેજેટ્સ પૂરા પાડવામાં આવતા નથી, પરંતુ તેઓ કમ્પ્યુટર અને તેનાથી સંબંધિત ઉપકરણો ખરીદી શકે છે, જેની રકમ તેમને રિએમ્બર્સ કરવામાં આવે છે. આ ઉપરાંત લોકસભાના સાંસદોને બે સિમ કાર્ડ પણ આપવામાં આવે છે.

digital india

ડિજિટલ ઈન્ડિયા અન્વયે મહત્વની પહેલ
રાજ્યસભાની તુલનામાં લોકસભાના સાંસદો માટે ગેજેટ્સની યાદી મર્યાદિત છે, પરંતુ કમ્પ્યુટર અને સંબંધિત ઉપકરણોની સુવિધા બંને ગૃહોના સાંસદોને સમાન રીતે મળે છે. રાજ્યસભાના સાંસદો માટે આ નવી યોજના તેમના કાર્યને ટેકનિકલ રીતે સશક્ત બનાવશે અને તેમને જનતા સાથે વધુ પ્રભાવી રીતે જોડવામાં મદદ કરશે. આ પગલું ડિજિટલ ઇન્ડિયાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.

કયા લેટેસ્ટ ગેજેટ્સ ઉમેરવામાં આવ્યા?
રાજ્યસભાના સાંસદોને પહેલાથી જ ડેસ્કટોપ, લેપટોપ, પેન ડ્રાઇવ, પ્રિન્ટર, સ્કેનર, યુપીએસ અને સ્માર્ટફોન જેવી સુવિધાઓનો લાભ મળી રહ્યો છે. હવે આ યાદીમાં વધુ લેટેસ્ટ ગેજેટ્સ ઉમેરવામાં આવ્યા છે:

  • સ્માર્ટ ટીવી અને સ્માર્ટ ડિસ્પ્લે
  • સ્માર્ટ પ્રોજેક્ટર અને પોર્ટેબલ પ્રોજેક્ટર સ્ક્રીન
  • ટેબ્લેટ કમ્પ્યુટર અને કીબોર્ડ
  • સ્માર્ટ સ્પીકર અને વિયરેબલ્સ (જેમ કે સ્માર્ટવોચ)
  • અન્ય આવશ્યક આઇટી ઉપકરણો
  • એન્ટિ-વાયરસ સોફ્ટવેર
    સ્પીકર, હેડફોન, વેબકેમ અને એરપોડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button