નેશનલ

PoK મુદ્દે રાજનાથ સિંહનું મહત્ત્વનું નિવેદન, જાણો કાશ્મીરમાં શું કહ્યું?

રામબનઃ જમ્મુ-કાશ્મીરના રામબનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના રહેવાસીઓએ ભારતમાં જોડાવવું જોઈએ, અમે તેમને પોતાના ગણીએ છીએ. કોંગ્રેસ- નેશનલ કોન્ફરન્સના ગઠબંધનનો હવાલો આપતા તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કલમ ૩૭૦ ફરીથી લાગુ થશે નહીં. હવે જમ્મુ કાશ્મીરના યુવાનોના હાથમાં પિસ્તોલ અને રિવોલ્વરને બદલે લેપટોપ અને કમ્પ્યુટર છે, એમ તેમણે જણાવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીરમાં થનાર ચૂંટણી અને લોકોના અધિકારોની વાત કરતા રાજનાથે કહ્યું હતું કે, દસ વર્ષ પછી થઇ રહેલી આ ચૂંટણી ઉપર આખી દુનિયાની નજર છે. જમ્મુ-કાશ્મીરમાં લોકો લાંબા સમયથી તેમના અધિકારોથી વંચિત હતા. આ વિધાનસભા ચૂંટણીમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ, આપણા વાલ્મિકી સમુદાય અને સફાઈ કામદારોના પરિવારોને પ્રથમ વખત સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો છે.

આ પણ વાંચો : ‘…તો ભારત પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરશે’, રાજનાથ સિંહે આંતરરાષ્ટ્રીય મીડિયાના દાવા પર ભારતની નીતિ સ્પષ્ટ કરી

રાજનાથસિંહે કહ્યું હતું કે એસસી કેટેગરીના લાભ મેળવવાની વાલ્મિકી સમાજની વર્ષો જૂની માંગ પૂરી થઈ ગઈ છે. પ્રથમ વખત એસટી સમુદાય માટે વિધાનસભામાં બેઠકો અનામત રાખવામાં આવી છે. ગયા વર્ષે, જ્યારે ભારતમાં જી-૨૦નું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે તેની એક બેઠકનું શ્રીનગરમાં પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
સાડા ત્રણ દાયકા પછી પ્રથમ વખત શ્રીનગરમાં તાજિયાનું જુલુસ નીકળ્યું છે. પહેલા જમ્મુથી શ્રીનગર જવા માટે ઘણો સમય લાગતો હતો. પરંતુ હવે જમ્મુથી સાડા ચાર કલાકમાં શ્રીનગર પહોંચી શકાશે. પાકિસ્તાન સરકાર પીઓકેને વિદેશી જમીન માને છે. પાકિસ્તાનના એએસજીએ પોતે એક એફિડેવિટમાં આ વાત કહી છે. જ્યારે અમે પીઓકેના લોકોને પોતાના ગણીએ છીએ.

રાજનાથે કહ્યું કે ભાજપે તેના ઘોષણા પત્રમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં દરેક ઉજ્જવલા યોજનાના લાભાર્થીને વર્ષમાં બે સિલિન્ડર મફત આપવામાં આવશે. અંતરિયાળ વિસ્તારોમાં ઉચ્ચ માધ્યમિક વર્ગમાં અભ્યાસ કરતા બાળકોને ટેબલેટ કે લેપટોપ આપવામાં આવશે. અમે સંકલ્પ કર્યો છે કે જમ્મુ અને શ્રીનગર બંને શહેરોને મેટ્રો રેલ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. તાવી નદી પર સારો રિવર ફ્રન્ટ બનાવવામાં આવશે.

રામબન અને બનિહાલના કેટલાક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવશે. રાજનાથે કહ્યું કે ભાજપે સંકલ્પ કર્યો છે કે અમે કાશ્મીરી પંડિતોના સુરક્ષિત વાપસી અને પુનર્વસનને ઝડપી કરીશું. એ જ રીતે, અમે પશ્ચિમ પાકિસ્તાનના શરણાર્થીઓ, પાકિસ્તાન હસ્તકના જમ્મુ-કાશ્મીરના શરણાર્થીઓ અને વાલ્મિકી અને ગોરખા સમુદાયના લોકોના પુનર્વસનને પણ ઝડપી કરીશું.

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…