ટોપ ન્યૂઝનેશનલ

કેન્દ્રીય રક્ષા મંત્રી Rajnath Singhનું મોટું નિવેદન, આર્મી કમાન્ડરોને કહ્યું યુદ્ધ માટે તૈયાર રહો ..

નવી દિલ્હી : કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે(Rajnath Singh)મોટું નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે કે ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે ‘વસુધૈવ કુટુંબકમ’નો સંદેશ આપ્યો છે. ભારતે હંમેશા શાંતિની હિમાયત કરી છે. ભારત હંમેશા શાંતિનો પૂજારી દેશ રહ્યો છે અને રહેશે. પરંતુ આજે વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સેનાના કમાન્ડરોને કહ્યું હતું કે વિશ્વમાં અને ભારતમાં જ શાંતિ સ્થાપિત કરવા માટે આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ જેથી કરીને કોઈ પણ સંજોગોમાં આપણી શાંતિની સ્થિતિને અસર ના થાય.

કમાન્ડરોને આ ઘટનાઓનું વિશ્લેષણ કરવા કહ્યું

આ પહેલા ગુરુવારે લખનૌમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે રાજનાથ સિંહે રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કમાન્ડરોને આ ઘટનાઓનું વિશ્લેષણ કરવા, ભવિષ્યમાં દેશને જે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેનું આકલન કરીને તૈયાર રહેવા અપીલ કરી. રક્ષા મંત્રીએ ઉત્તરીય સરહદ પરની સ્થિતિ અને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે પડકાર ઊભો કરી રહેલા પાડોશી દેશોમાં વિકાસને ધ્યાનમાં રાખીને ટોચના સૈન્ય નેતૃત્વ દ્વારા વ્યાપક અને ઊંડાણપૂર્વક વિશ્લેષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુલિવન સાથે કરી મુલાકાત

પડકારો પર નજર રાખવા અપીલ

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, વૈશ્વિક અસ્થિરતા હોવા છતાં, ભારત પ્રમાણમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં વિકાસ કરી રહ્યું છે. જો કે, પડકારોની વધતી સંખ્યાને કારણે, આપણે સતર્ક રહેવાની જરૂર છે. અમૃતકાળ દરમિયાન આપણે આપણી શાંતિ જાળવીએ તે મહત્વનું છે. આપણે આપણા વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, વર્તમાનમાં આપણી આસપાસ શું થઈ રહ્યું છે તેના પર નજર રાખવાની અને ભવિષ્ય લક્ષી યોજના બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આ માટે આપણી પાસે એક મજબૂત રાષ્ટ્રીય સુરક્ષા એકમ હોવું જોઈએ. આપણી પાસે અચૂક પ્રતિરોધક ક્ષમતા હોવી જોઈએ.

Show More

Related Articles

Back to top button
આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ?