નેશનલ

ઓપરેશન સિંદૂર માટે ટાર્ગેટ આ રીતે નક્કી કરવામાં આવ્યા; આતંકવાદી સંગઠનોની કમર તૂટી…

નવી દિલ્હી: ગત મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકે નવ આતંકવાદી ઠેકાણાઓ પર રોકેટમારો કર્યો હતો. આ લશ્કરી કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. ઘણા દિવસો સુધી ચાલેલા તણાવ બાદ ભારતીય સેનાએ ગત રાત્રે 1.05 થી 1.30 વાગ્યાની વચ્ચે હુમલો કર્યો હતો, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.

ભારતીય સેનાએ મુઝફ્ફરાબાદના સવાઈ નાલા કેમ્પ અને સૈયદના બેલાલ કેમ્પ, ગુલપુર કેમ્પ, અબ્બાસ કેમ્પ, બર્નાલા કેમ્પ, સરજલ કેમ્પ, મહેમૂના જોયા કેમ્પ, મરકઝ તૈયબા અને બહાવલપુરના મરકઝ સુભાનમાં આવેલા આતંકવાદી કેમ્પને નિશાન બનાવ્યા હતાં. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય સેનાએ ચોકસાઈ સાથે ટાર્ગેટ્સ પર હુમલા કર્યા હતાં.

આ રીતે નક્કી કરાયા ટાર્ગેટ્સ:
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હેઠળ વિશ્વસનીય, મલ્ટી સોર્સ ઈન્ટેલીજન્સ ઇન્ફોર્મેશનના આધારે ટાર્ગેટ્સની પસંદગી કરવામાં આવી હતી. આ ચોક્કસ ઠેકાણાને ફક્ત એટલા માટે જ નિશાન બનાવવામાં આવ્યા ન હતા કે તે વ્યૂહાત્મક રીતે મહત્વના છે, પણ એવું પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું કે આ ઠેકાણાઓથી ભારત વિરુદ્ધ આતંકવાદી કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું રહ્યું હતું. નિશાન બનાવવામાં આવ્યું એ દરેક ઠેકાણું ચોક્કસ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલુ હતું. જેમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી જૂથોના આતંકવાદીઓને તાલીમ આપવા આવી રહી હતી.

ભારત સરકારે ઓપરેશન સિંદૂરના સફળ સમાપન બાદ સેનાની પ્રશંસા કરી અને કહ્યું કે તેના લશ્કરી હુમલા દરમિયાન કોઈ નાગરિકોને નુકસાન થયું નથી અને લક્ષ્ય ફક્ત આતંકવાદી છાવણીઓ હતી.

ઓપરેશન સિંદૂર શા માટે મહત્વપૂર્ણ છે?
પાકિસ્તાનમાં આતંકવાદી તાલીમ શિબિરોને તોડી પાડવાના સ્પષ્ટ હેતુ સાથે શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂર મહત્વપૂર્ણ છે કારણ કે આ કેમ્પ્સ પાકિસ્તાનના પ્રદેશ અને પીઓકેમાં આયોજનબદ્ધ બાંધવામાં આવેલા હતાં અને ત્યાંથી ભારત વિરોધી આતંકવાદી પ્રવૃતિઓ કરવામાં આવી રહી હતી.

આપણ વાંચો : ‘અમે હનુમાનજીના આદર્શોનું પાલન કર્યું’, ઓપરેશન સિંદૂર અંગે રાજનાથ સિંહે આવું કેમ કહ્યું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button