ચેન્નાઇઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં મુક્ત થયેલા દોષિત સંથનનું અવસાન થયું છે. સંથને ચેન્નાઈની રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. નોંધનીય છે કે રાજીવ ગાંધી હત્યા કેસમાં દોષિત સંથનને વર્ષ 2022માં છોડી મૂકવામાં આવ્યો હતો. સંથન ચેન્નાઈની રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. સારવાર દરમિયાન સંથાનનું મોત થયું હતું. સંથનનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે.
સંથન શ્રીલંકાના નાગરિક હતો. રાજીવ ગાંધી હત્યા કેસમાં છૂટેલા છ દોષિતોમાંનો એક હતો જેમને અગાઉ આજીવન કેદની સજા થઈ હતી. 2022માં મુક્તિના આદેશ બાદ તેણે પત્ર પણ લખીને ઘરે પરત ફરવાની અપીલ કરી હતી.
11 નવેમ્બર, 2022 ના રોજ, સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધી હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 6 દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
આદેશ પછી બીજા દિવસે, નલિની, શ્રીહરન, સંથન, રોબર્ટ પાયસ, જયકુમાર અને રવિચંદ્રનને 32 વર્ષ પછી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી માત્ર નલિની અને રવિચંદ્રનને જ તેમના પરિવારજનોને મળવા દેવાયા હતા પરંતુ બાકીના ચારને ત્રિચી સેન્ટ્રલ જેલમાં ખાસ કેમ્પમાં રાખવામાં આવ્યા હતા, કારણ કે તેઓ શ્રીલંકાના નાગરિક હતા.
સંથને ત્રિચી સેન્ટ્રલ જેલમાંથી એક ખુલ્લો પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેણે પોતાના દેશ શ્રીલંકામાં પરત ફરવા માટે દુનિયાભરના તમિલોને અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી. ચેન્નાઈમાં ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO) એ ગયા શુક્રવારે સંથન ઉર્ફે સુથેન્થિરાજાને શ્રીલંકા પાછા ફરવાની મંજૂરી આપતો આદેશ જારી કર્યો હતો, પરંતુ તે બીમારીને કારણે જઈ શક્યો ન હતો. તેને ક્રિપ્ટોજેનિક સિરોસિસ હોવાનું નિદાન થયું હતું.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ