
રાજગઢ : મધ્યપ્રદેશના (Madhya Pradesh) રાજગઢ જિલ્લાના પીપલોદી ગામમાં રવિવારે મોડી રાત્રે ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં ચાર બાળકો સહિત 13 લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા.રાજગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ હર્ષ દીક્ષિતે જણાવ્યું હતું કે 13 ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બે લોકોને માથા અને છાતીમાં ઈજાના કારણે સારી સારવાર માટે ભોપાલ મોકલવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધવાની સંભાવના નથી કારણ કે બે ગંભીર રીતે ઘાયલ લોકોની હાલત હાલ સારી છે.
મુખ્યમંત્રી મોહન યાદવે ટ્વિટર કરી પરિજનોને સાંત્વના આપી
રાજગઢ દુર્ઘટના પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ટ્વિટર કરી લખ્યું છે કે “રાજગઢ જિલ્લાના પીપલોદી રોડ પર ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાને કારણે રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાંથી 13 લોકોના અકાળે મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે. અમે લોકોના સંપર્કમાં છીએ. રાજસ્થાન સરકાર અને રાજસ્થાન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કેટલાક ગંભીર રીતે ઘાયલ થયેલા દર્દીઓને ભોપાલ રિફર કરવામાં આવ્યા છે. બાબા મહાકાલને પ્રાર્થના છે કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.
રાષ્ટ્રપતિએ પણ ટ્વિટ કર્યું
રાજગઢ અકસ્માત પર રાષ્ટ્રપતિએ ટ્વિટ કર્યું, “મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઘણા લોકોના મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે હું તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલો ઝડપથી સાજા થાય તે માટે હું પ્રાર્થના કરું છું.
Also Read –