યુપીએસઈના વિદ્યાર્થીઓ રહે છે રાજેન્દ્ર નગર અને જગ વિખ્યાત ચાંદની ચોકમાં કોણ આગળ

નવી દિલ્હીઃ ચૂંટણીના પરિણામોમાં ક્યા પક્ષને કેટલી જીત મળે છે તેની સાથે સાથે કયા વિસ્તારમાંથી જીત મળે છે તે પણ મહત્વનું હોય છે. દિલ્હીમાં ચાંદની ચોક તો બહુ જાણીતો વિસ્તાર છે, પરંતુ આ ઉપરાંત પણ એવા વિસ્તારો છે જ્યાં કોણ હારે કોણ જીતે જેના પર સૌની નજર છે.
ચોમાસાની સિઝનમાં ખૂબ જ ચર્ચામાં આવેલા દિલ્હીના રાજેન્દ્રનગર વિસ્તારમાં આમ આદમી પક્ષ આગળ ચાલી રહ્યો છે. અહીં બેઝમેન્ટમાં પાણી ભરાતા ત્રણ વિદ્યાર્થીના મોત થઈ ગયા હતા. ત્યારબાદ અહીં યુપીએસઈ અને આઈપીએસ સહિતની પરીક્ષાઓના કોચિંગ ક્લાસ અને તેમાં ભણવા આવવા અહીં રહેતા યુવાનો કેવી કફોડી હાલતમાં રહે છે તે ચર્ચાનો વિષય બન્યો હતો. આ વિસ્તારમાં આપ આગળ છે. આ ઉપરાંત દિલ્હીનો ખૂબ જ લોકપ્રિય વિસ્તાર ચાંદની ચોક વિધાનસભા સીટ પર બીજેપી ત્રીજા ક્રમે ચાલી રહી છે. આ સીટ પર આમ આદમી પાર્ટીના પુનરદીપ સિંહ સાહનીને 3922 વોટ મળ્યા છે. કોંગ્રેસના મુદિત અગ્રવાલ બીજા ક્રમે છે. બીજેપીના સતીશ જૈન ત્રીજા સ્થાને છે, તેમને અત્યાર સુધી માત્ર 33 વોટ મળ્યા છે. આમ આદમી પાર્ટી રાજીન્દર નગર – દુર્ગેશ પાઠક, ત્રિલોકપુરી – અંજના પરચા, સીમાપુરી – વીર સિંહ ધીંગાન અને ગોપાલ રાય બાબરપુરથી આગળ છે.
આ પણ વાંચો…યુપી પેટા ચૂંટણી પરિણામઃ મિલ્કીપુરમાં જાણો કોણે લીધી લીડ? ભાજપ-સપા માટે પ્રતિષ્ઠાનો છે જંગ