રાજસ્થાનની કોટા પોલીસે ગુજરાતના બે વેપારીઓનો અપહરણકર્તાની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા, જાણો વિગત

કોટાઃ રાજસ્થાનની કોટા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. મહારાષ્ટ્રની અપહરણ કરીને લાવવામાં આવેલા બે ગુજરાતી વેપારીનો હેમખેમ છુટકારો કરાવ્યો હતો. પોલીસે અપહરણકર્તાઓને ઝડપીને તેમની પાસેથી બે પિસ્તોલ અને એક કારતૂસ જપ્ત કર્યા હતા. આ ટોળકી ઝડપાયેલા લોકોને બ્લેકમેલ કરવા માટે બંદૂકની અણીએ અશ્લીલ વીડિયો બનાવતા હતા. આ બંને પહેલા પણ બ્લેકમેલ કરીને લોકો રૂપિયા વસૂલી ચુક્યા છે
એસપી તેજસ્વી ગૌતમે જણાવ્યું કે, 18 સપ્ટેમ્બરે ગુજરાતના વેપારી જયેશ દત્તાણી અને હિંમતભાઈ પંડ્યાનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ 2 વર્ષથી મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં સુરતના એક અન્ય વેપારી જયદીપ ગીડાની કંપનીનું સંચાલન કરતા હતા. 18 સપ્ટેમ્બરની સવારે મહારાષ્ટ્રના મલ્કાપુર સ્થિત તેમના નિવાસ સ્થાનેથી અપહરણ કરવામાં આવ્યું હતું. પાંચ હથિયારધારી તેમના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને તેમને ધમકાવી હાથ-પગ બાંધીને ગાડીમાં નાંખીને લઈ ગયા હતા.
આ દરમિયાન રેલવે કોલોની પોલીસને તેમના અંગે સૂચના મળી હતી. એડિશનલ એસપી દિલીપ સૈની અને પીઆઈ રામસ્વરૂપ મીણાના નેતૃત્વમાં રેલવે કોલોની પોલીસ અને જિલ્લા સ્પેશિયલ ટીમે ભદાના પેટ્રોલ પંપ પાસે નાકાબંધી કરીને બંને અપહરણકર્તાને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી બે પિસ્તોલ અને કારતુસ મળ્યા હતા.
આપણ વાંચો: લગ્નના એક જ વર્ષમાં પત્નીએ માગ્યા છૂટાછેડા, માગ્યા 5 કરોડ, જાણો સુપ્રિમ કોર્ટે શું કહ્યું