નેશનલ

રાજસ્થાનના Khatu Shyam મંદિરનો અયોધ્યા અને કાશીની જેમ વિકાસ કરાશે

જયપુર : રાજસ્થાન સરકારે આજે તેનું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે. જેમાં રાજ્યના નાણામંત્રી દિયા કુમારીએ અનેક જાહેરાતો કરી હતી. તેમા રાજ્યના પ્રખ્યાત તીર્થસ્થળ ખાટુ શ્યામ મંદિર(Khatu Shyam)માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. દિયા કુમારીએ કહ્યું કે કેન્દ્ર સરકારે અયોધ્યા અને કાશીને ભવ્ય બનાવીને દેશમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે તેમ જ તીર્થસ્થળ ખાટુ શ્યામનો વિકાસ કરવામાં આવશે.

ખાટુશ્યામ કોરિડોરનું નિર્માણ કાશી વિશ્વનાથની જેમ કરાશે

દિયા કુમારીએ કહ્યું કે, અયોધ્યા અને કાશીની જેમ જ ખાટુ શ્યામને ભવ્યતા આપવા માટે બજેટમાં 100 કરોડ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ખાટુશ્યામ કોરિડોરનું નિર્માણ કાશી વિશ્વનાથની જેમ પર કરવામાં આવશે.તેમજ તહેવારો પર 600 મંદિરોને શણગારવામાં આવશે. તેના માટે 13 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે.

જયપુરમાં રાજસ્થાન મંડપમનું નિર્માણ કરવામાં આવશે

રાજ્યના નાણા મંત્રી દિયા કુમારીએ કહ્યું કે રાજસ્થાનમાં નવી પ્રવાસન નીતિ બનાવવામાં આવશે. રાજસ્થાન પ્રવાસન ઉદ્યોગ વિકાસ બોર્ડની રચના કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હીની જેમ જ જયપુરમાં રાજસ્થાન મંડપમનું નિર્માણ કરવામાં આવશે. દિયા કુમારીએ કહ્યું કે રાજ્યના 20 પ્રવાસન સ્થળોના બ્યુટીફિકેશન માટે 200 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. 20 કરોડના ખર્ચે સ્ટેપવેલનું નવીનીકરણ કરવામાં આવશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button