રાજસ્થાન વિધાનસભાના સ્પીકર Vasudev Devnani એ પટનામાં હાર્ટ-એટેક આવ્યો, હાલ તબિયત સ્થિર
પટના : બિહારના પટનામાં પ્રિસાઇડિંગ ઓફિસર્સના કોન્ફરન્સમાં હાજરી આપવા ગયેલા રાજસ્થાન વિધાનસભાના સ્પીકર વાસુદેવ દેવનાનીને(Vasudev Devnani)છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ તેમને માઈનોર હાર્ટ- એટેક આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તાત્કાલિક તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમના ઇસીજી સહિત હ્રદયને લગતા તમામ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે આ હોસ્પિટલના ડોકટરો જયપુરની એસએમએસ હોસ્પિટલના સંપર્કમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સવારથી જ તેમની તબિયત ખરાબ હતી. તેમને પહેલા પણ બ્લડ પ્રેશરની ફરિયાદ હતી.
જયપુરની એસએમએસ હોસ્પિટલની ટીમ પટના રવાના
જોકે, રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાની ખરાબ તબીયતના સમાચાર મળતા જ જયપુરની એસએમએસ હોસ્પિટલની ટીમ પટના રવાના થઈ છે. તેમજ એવી ચર્ચા પણ છે કે તેમની તબિયતમાં સુધારો થયા બાદ તેમને જયપુર સશીફટ કરવામ આવશે. જેની માટે રાજ્ય સરકાર સ્ટેટ પ્લેન પટના મોકલશે.
Also read: સીએમની રેસમાંથી દૂર થયા બાદ વસુંધરા રાજેએ કહી દીધી આ વાત…
રાજસ્થાનના અજમેર ઉત્તરના ધારાસભ્ય
વાસુદેવ દેવનાની રાજસ્થાનના અજમેર ઉત્તરના ધારાસભ્ય છે. જે ભાજપના મહત્વના નેતામાંથી એક છે . તેવો આ બેઠક પરથી ત્રણ વખત વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. તેમજ વાસુદેવ દેવનાનીનું નામ વર્ષ 2015માં ચર્ચામાં આવ્યું હતું. જ્યારે તેમણે કહ્યું હતું કે આપણા બાળકોએ ફક્ત મહાન અકબર વિશે જ કેમ શીખવું જોઈએ? મહાન મહારાણા પ્રતાપ વિશે કેમ નહીં? આપણા બાળકો વિદેશી શાસકો, ગણિતશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો વગેરે વિશે સતત શીખી રહ્યા છે. જે રીત બદલાવી જોઇએ.