નેશનલ

કોટામાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પલટી ગઇ, એકનું મોત, 50 ઘાયલ…

કોટાઃ રાજસ્થાનના કોટામાં સોમવારે બપોરે બાળકો ભરેલી એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. આ ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતની માહિતી મળતા જ રાજસ્થાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એમ જણાવવામાં આવી રહ્યું છે કે ચાલતી બસનું સ્ટિયરિંગ ફેલ થઈ ગયું હતું. જેના કારણે બસ રોડથી 10 ફૂટ નીચે પડી હતી.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓની આત્મહત્યાથી કુખ્યાત કોટામાં હવે વિદ્યાર્થીઓના ગુમ થવાનાં બનાવોએ બનાવોએ ચિંતા વધારી

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અકસ્માતમાં એક બાળકનું મૃત્યુ થયું છે. લગભગ 50 બાળકો ઘાયલ થયા છે. સાથે જ એક બાળકની હાલત નાજુક છે. અકસ્માત બાદ બાળકોમાં ચીસાચીસ મચી ગઇ હતી. રાહદારીઓએ કાચ તોડી બાળકોને બહાર કાઢ્યા હતા. તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બસ શાળાનો સમય ખતમ થયા બાદ બાળકોને પાછા ઘરે મૂકવા જઇ રહી હતી, તે સમયે સ્ટિયરિંગ ફેલ થતા આ અકસ્માત થયો હતો. અભેડા બાયોલોજિકલ પાર્ક પાસે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અચાનક બસ પલટી ગઈ હતી. હાલમાં ઘાયલ બાળકોને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : શું કોટા બની રહ્યું છે વિદ્યાર્થીઓનું કોન્સન્ટ્રેશન કેમ્પ

પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker