ટોપ ન્યૂઝનેશનલ

ભજનલાલ સરકારે બદલ્યો ગહલોત સરકારનો આદેશ હવે CBIએ તપાસ માટે મંજૂરીની જરૂર નથી

જયપુર: રાજસ્થાનની રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને રાજ્ય સરકાર કામ કરી રહી છે. ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને ગુનેગારો સામે કડક કાર્યવાહી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ જ કારણ છે કે સીએમ ભજનલાલ શર્માએ પદ સંભાળતાની સાથે જ પેપર લીક કેસની તપાસ માટે સૌપ્રથમ SITની રચના કરી અને સંગઠિત ગુનાઓને રોકવા માટે એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના કરી હતી. હવે CMએ મોટો નિર્ણય લીધો અને પૂર્વ સીએમ અશોક ગેહલોત સરકારના વધુ એક નિર્ણયને પલટી નાખ્યો છે. આ નિર્ણયથી સીબીઆઈને રાજસ્થાનના કેસોની તપાસમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

રાજસ્થાનની ભજનલાલ સરકારે અગાઉની સરકારનો વધુ એક નિર્ણય બદલ્યો છે. હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને રાજસ્થાન સંબંધિત કોઈપણ કેસની તપાસ માટે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર નહીં પડે. મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માના નિર્દેશ પર સરકારે આ આદેશો જારી કર્યા છે. સીબીઆઈ ભ્રષ્ટાચારીઓ સામે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી શકશે.

રાજસ્થાનની અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે સીબીઆઈ સરકારની પરવાનગી વિના રાજ્ય સાથે સંબંધિત કોઈપણ કેસની સીધી તપાસ કરી શકે નહીં. તેને તપાસ માટે રાજ્ય સરકારની પરવાનગીની જરૂર હતી. સીબીઆઈ માત્ર તે જ કેસોની તપાસ કરી શકતી જે રાજ્ય સરકાર દ્વારા તેને સંદર્ભિત કરવામાં આવી હતી, પણ હવે સીબીઆઈએ તપાસ માટે રાજસ્થઆન સરકારની મંજૂરીની જરૂર નથી. રાજસ્થાનમાં ગુનાખોરી પર અંકુશ મેળવવા માટે ભજનલાલ શર્માએ આ પગલું ભર્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button