રાજસ્થાનમાં એનઆઈએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સહિત અન્ય ગેંગો પર કાર્યવાહી કરી

શ્રીગંગાનગર : કેનેડામાં કપિલ શર્માના કાફે પર હાલના હુમલામાં ચર્ચામાં આવેલી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર રાજસ્થાનમાં એનઆઈએ મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાનમાં એનઆઈએની ટીમે નકલી ચલણી નોટો અને ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં કાર્યવાહી કરી છે. એનઆઈએની ટીમે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ અને તેની સાથે જોડાયેલા અન્ય નેટવર્ક વિરુદ્ધ ચાલી રહેલી તપાસનો હિસ્સો છે. આ ઉપરાંત એજન્સીએ અનેક લોકોની ધરપકડ પણ કરી છે.
આરોપી ધાર્મિક સ્થળોએ છુપાતો ફરતો હતો
આ ઉપરાંત સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એનઆઈએ લોરેન્સ બિશ્નોઈની ગેંગના એક સભ્યની ખંડણી, ધાક -ધમકી અને ગેર કાયદે હથિયાર સપ્લાયના કેસમાં ધરપકડ કરી હતી. જયારે પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો
કે આ આરોપી ધરપકડથી બચવા માટે મથુરા, વૃંદાવન, મહેંદીપુર બાલાજી અને નીમ કરોલી જેવા ધાર્મિક સ્થળોએ
છુપાતો ફરતો હતો. જેના આધારે એનઆઈએ શંકાસ્પદ સ્થળો પર રેડ કરી હતી.
ગેંગ કનેક્શન અને ટ્રાન્ઝીસ્ટ પોઈન્ટની રેકી કરી હતી
આ ઉપરાંત મળતી માહિતી મુજબ પંજાબ પોલીસે બોર્ડરને અડીને આવેલા અબોહર વિસ્તારમાં છાપેમારી કરી હતી. જયારે દૌસા જીલ્લામાં એનઆઈએ સ્થાનિક પોલીસની મદદ લઈ રહી છે. તપાસ એજન્સીએ આ ગેંગના સભ્યના માધ્યમથી નકલી ચલણી નોટ, હથિયારોનું ગેરકાયદે ખરીદ વેચાણની ગતિવિધીઓની જાણકારી મળી હતી. જેના પગલે
એનઆઈની ટીમોએ ગત અઠવાડિયે રાજસ્થાન,પંજાબ અને હરિયાણામાં ગેંગ કનેક્શન અને ટ્રાન્ઝીસ્ટ પોઈન્ટની રેકી કરી હતી.
આ પણ વાંચો…પહલગામ આતંકી હુમલો કોણે કરાવ્યો ? એનઆઈએની તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ ખૂલ્યું