નેશનલ

બે રાજ્યો, જૂના ચહેરા ગાયબ, નવા પર દાવ…બે રાજ્યો, જૂના ચહેરા ગાયબ, નવા પર દાવ…

રાજસ્થાનમાં ભાજપ શું કરશે?

ભાજપ હાઇ કમાન્ડ દ્વારા છત્તીસગઢમાં વિધાનસભ્ય દળની બેઠકમાં વિષ્ણુદેવ સાંઈને અને મધ્યપ્રદેશમાં મોહન યાદવને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. હવે બધાની નજર રાજસ્થાનના સીએમની ખુરશી પર ટકેલી છે. માનવામાં આવી રહ્યું છે કે આજે જયપુરમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ છે, જેમાં

છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપે જે રીતે સીએમની પસંદગી કરી છે તેનાથી રાજસ્થાનના દિગ્ગજોની ટેન્શન વધી ગઈ છે. બાલકનાથની એક્સપોસ્ટ બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે વસુંધરા રાજે ફરી એકવાર રાજસ્થાનના સીએમ બની શકે છે. જો કે, છત્તીસગઢ-એમપી બાદ આના પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભા થયા છે. આવી સ્થિતિમાં વસુંધરા સીએમ બનશે કે રાજસ્થાનમાં પણ નવા ચહેરાને તક આપવામાં આવશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.


રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનના નામ પર સસ્પેન્સ યથાવત છે. અનેક ચહેરાઓ પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજસ્થાનના બે વખત મુખ્ય પ્રધાન રહી ચૂકેલા વસુંધરા રાજે સીએમ પદ માટે સૌથી આગળ છે.


બાબા બાલકનાથઃ બાબા બાલકનાથ નાથ સંપ્રદાયના આઠમા મુખ્ય મહંત છે અને રાજસ્થાનની અવલર લોકસભા બેઠકના સાંસદ છે. આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ તિજારા વિધાનસભા બેઠક પરથી જીત્યા છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખાનને હરાવ્યા છે. રાજસ્થાનમાં ટિકિટ વહેંચણીના સમયથી જ બાલકનાથનું નામ સીએમ પદના ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યું છે.


દીયા કુમારીઃ રાજસ્થાનમાં ભાજપ કોને મુખ્ય પ્રધાન બનાવશે તે અંગે હજુ સસ્પેન્સ છે. બીજેપી ધારાસભ્ય દિયા કુમારીનું નામ પણ સીએમની રેસમાં સામેલ માનવામાં આવે છે. જોકે, તેમણે કહ્યું હતું કે તેમની ભૂમિકા શું હશે તે પાર્ટી નક્કી કરશે. દિયા કુમારીએ કહ્યું કે રાજસ્થાનમાં મારી ભૂમિકા પાર્ટી નક્કી કરશે.


ગજેન્દ્ર સિંહ શેખાવતઃ- રાજસ્થાનમાં જીત બાદ મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે, ખુરશી પર કોને બેસાડવામાં આવશે, આ બધુ દિલ્હીથી ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. સીએમની રેસમાં ગજેન્દ્ર સિંહ શેખાવતનું નામ પણ સામેલ છે. પીએમ મોદીના નજીકના લોકોમાં શેખાવતનું નામ પણ પ્રબળ દાવેદારોમાં સામેલ છે.


ઓમ પ્રકાશ માથુરઃ- ઓમ પ્રકાશ માથુર ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. તેઓ 2008 થી 2009 સુધી રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ હતા. ઓમ માથુરનો જન્મ 12 ઓગસ્ટ 1952ના રોજ રાજસ્થાનના પાલી જિલ્લાના ફાલનામાં થયો હતો. માથુરને એક વર્ષ પહેલા છત્તીસગઢની કમાન સોંપવામાં આવી હતી. આ પહેલા તેઓ 9 રાજ્યોમાં પ્રભારી હતા અને તમામમાં ભાજપ જીતતી રહી હતી. આ રેકોર્ડ તેમના દાવાને મજબૂત બનાવે છે જો કે, તેઓ પોતે આવી કોઈપણ બાબતને નકારી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button