નેશનલ

રાજસ્થાનના સાંસદ ટ્રેક્ટર પર બેસી સંસદભવન પહોંચ્યા, જાણો આવું કરવા પાછળનું કારણ

નવી દિલ્હી: નવી લોકસભામાં સંસદ સભ્યો શપથ ગ્રહણ કરી રહ્યા છે, એવામાં સાંસદ અમરારામ (Amraram) દિલ્હીના રાજસ્થાન હાઉસથી ટ્રેક્ટર(Tractor)માં સંસદભવન તરફ જવા રવાના થયા હતા. આ દરમિયાન તેઓ દેસી પોષકમાં જોવા મળ્યા હતા. સાંસદ અમરા રામે કહ્યું કે જે ટ્રેક્ટર અને ખેડૂતને દેશની સરકારે 13 મહિના સુધી રાજધાનીમાં પ્રવેશ ન આપ્યો, આજે એક ખેડૂત અને ટ્રેક્ટર સંસદમાં પહોંચી રહ્યા છે.

સાંસદ અમરા રામનો ટ્રેક્ટર પર સંસદ જવાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમરા રામને રાજસ્થાનમાં ખેડૂતોના દિગ્ગજ નેતા માનવામાં આવે છે. અમરા રામે ખેડૂતોના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

18મી લોકસભાનું પ્રથમ સત્ર આજે સોમવારથી શરૂ થયું છે. દેશના અન્ય સાંસદોની સાથે રાજસ્થાનના 25 સાંસદો શપથ લઈ રહ્યા છે, જેમાં ભાજપના 14 અને INDIA એલાયન્સના 11 સાંસદો સામેલ છે. કોંગ્રેસના 8, આરએલપીના 1, સીપીએમના 1 અને બીએપીના એક સાંસદ છે.

રાજસ્થાનના સીકરથી સાંસદ અમરા રામ તેમના સરકારી આવાસથી ટ્રેક્ટર ચલાવીને સંસદ જવા રવાના થયા. તેમણે કહ્યું કે, “મોદીજીએ ખેડૂતોના આંદોલન દરમિયાન કહ્યું હતું કે ટ્રેક્ટર દિલ્હી આવી શકે નહીં. હું આ ટ્રેક્ટર પર બેસીને સંસદમાં જઈ રહ્યો છું.

રાજસ્થાનના અલવરના સાંસદ ભપુન્દ્ર યાદવ, જોધપુરના સાંસદ ગજેન્દ્ર સિંહ શેખાવત, કેન્દ્રીય પ્રધાન અર્જુન રામ મેઘવાલે કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે. નવા સાંસદો આજે અને આવતીકાલે સંસદમાં શપથ લેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો