રાજસ્થાનમાં એકસાઇઝ વિભાગમાં મોટી ગેરરીતિ, 195 કરોડની આવકનું નુકસાન | મુંબઈ સમાચાર
નેશનલ

રાજસ્થાનમાં એકસાઇઝ વિભાગમાં મોટી ગેરરીતિ, 195 કરોડની આવકનું નુકસાન

જયપુર : રાજસ્થાન વિધાનસભા રજુ કરવામાં આવેલા કેગના અહેવાલમાં એકસાઇઝ વિભાગમાં મોટી ગેરરીતિ પ્રકાશમાં આવી છે. જેમાં એકસાઈઝ વિભાગે રાજ્યને 195 કરોડનું નુકસાન કરાવ્યું છે. કેગના અહેવાલમાં ખુલાસો થયો છે દારૂના ઠેકેદાર અને કંપનીઓ સાથે વસુલાતમાં ગેરરીતી આદરી છે. જેના લીધે રાજ્ય સરકારને 195 કરોડનું નુકસાન થયું છે. આ અંગે ઓડિટર જનરલે એકસાઈઝ વિભાગની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યા છે. તેમજ સરકારને કડક પગલાં લેવા માટે જણાવ્યું છે. તેમજ વિભાગને દંડ વસુલીના નિયમોનું કડકાઈથી પાલન કરવા માટે ટકોર કરી છે.

વ્યાજ અને દંડ ઓછો વસૂલવામાં આવ્યો હતો

કેગના અહેવાલમાં જણાવાયું છે કે, એક્સાઈઝ વિભાગે દારૂના ઠેકેદાર પાસેથી લાઇસન્સ ફી, વધારાની એક્સાઇઝ ડ્યુટી અને દંડ સંપૂર્ણપણે વસૂલ્યા ન હતા. તેમજ એકત્ર પેમેન્ટ પર વ્યાજ અને દંડ ઓછો વસૂલવામાં આવ્યો હતો. જ્યારે વિદેશી દારૂ અને બીયર પર વધારાની ડ્યુટી સંપૂર્ણપણે જમા કરવામાં આવી ન હતી. વિભાગની કોમ્પ્યુટરાઈઝ્ડ સિસ્ટમ, ઈન્ટિગ્રેટેડ એક્સાઇઝ મેનેજમેન્ટ સિસ્ટમ અને ગ્રાહક ખાતાવહીમાં પણ વિસંગતતાઓ જોવા મળી હતી.

રકમ વસુલ કરવા માટે રાજ્ય સરકારને નિર્દેશ

કેગના અહેવાલ મુજબ એકસાઈઝ વિભાગે 5203 કેસમાં રૂપિયા 40. 43 કરોડની ગેરરીતિ સ્વીકારી છે. જેમાં ઠેકેદારો પાસેથી 23.88 કરોડ રૂપિયાની ઓછી વસુલાત કરી હતી. જયારે છ જીલ્લાના એકસાઈઝ અધિકારીઓના રેકોર્ડની તપાસમાં પણ 22. 72 કરોડ રૂપિયાનું અંતર જોવા મળ્યું હતું. જેના લીધે સમગ્ર પ્રદેશના 72.88 કરોડની ઓછી વસુલી કરવામાં આવી હતી. તેમજ કેગે આ રકમ વસુલ કરવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે.

આપણ વાંચો:  રાજનાથસિંહનું મોટું નિવેદન, કહ્યું પીઓકે આપમેળે જ ભારતમાં ભળી જશે

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button