Rajasthan માં લવ જેહાદ રોકવા ધર્માંતરણ વિરોધી બિલને કેબિનેટની મંજૂરી…

જયપુર : ગુજરાત બાદ રાજસ્થાનમાં(Rajasthan) પણ લવ જેહાદ રોકવા ધર્માંતરણ વિરોધી કાયદો અમલી બનાવવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં આજે રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજનલાલની કેબિનેટ બેઠકમાં ધર્માંતરણ વિરોધી બિલને મંજૂરી આપવામાં આવી છે. હવે આ બિલને બજેટ સત્રમાં ગૃહની અંદર લાવવામાં આવશે. બળજબરીથી ધર્માંતરણ કરાવવા પર 10 વર્ષ સુધીની જેલની સજા થશે. તેની જોગવાઈઓ ગુજરાત, કર્ણાટક, ઝારખંડ જેવા રાજ્યોમાં બનેલા કાયદાઓને અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવી છે. હવે લવ જેહાદ અને ધર્મ બદલવાનો ખોટો ફાયદો ઉઠાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : “લોકો માટે મારી ઓફિસના દરવાજા ખુલ્લા” જીત બાદ પ્રિયંકા વાયનાડના પ્રવાસે
લાલચ કે ધાકધમકીથી ધર્મપરિવર્તન ગુનો બનશે
આ બિલમાં કોઈને લાલચ આપીને કે ધાકધમકી આપીને ધર્મપરિવર્તન કરાવવું ગુનો બનશે. જો કોઈ વ્યક્તિ એસસી-એસટી અથવા સગીરને લાલચ આપીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરે છે તો તેને 10 વર્ષની જેલની સજા થશે. જો બળજબરીથી ધર્મ પરિવર્તનના કેસમાં પહેલીવાર દોષી સાબિત થાય તો 1-5 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. સ્વૈચ્છિક ધર્મ પરિવર્તન માટે કલેક્ટરને 2 મહિના અગાઉ જાણ કરવાની રહેશે. આ પ્રક્રિયા દરેક માટે જરૂરી રહેશે.
આ પણ વાંચો : Ajmer Dargah માં શિવ મંદિર હોવાનો દાવો કરનારને મળી જાનથી મારવાની ધમકી, જાણો સમગ્ર મામલો
લવ જેહાદની પણ વ્યાખ્યા કરવામાં આવી
લવ જેહાદની પણ વ્યાખ્યા કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ લગ્નના હેતુથી ધર્મ પરિવર્તન કરે છે તો તેને લવ જેહાદ ગણવામાં આવશે. આ માટે ઘણી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. રાજસ્થાનના કાયદા મંત્રી જોગારામ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ગેરકાયદે ધર્માંતરણ રોકવા અંગે કોઈ ચોક્કસ કાયદો નથી. તેથી, તેની દરખાસ્તને કેબિનેટની બેઠકમાં ધ્યાનમાં લેવામાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી હતી.