નેશનલ

રાજસ્થાનના જયપુર એન્ટિ કરપ્સન બ્યુરોના અધિકારી જ ભ્રષ્ટ નીકળ્યા, 9. 35 લાખની રોકડ મળી

જયપુર : રાજસ્થાનના જયપુરમાં એક આશ્ચર્ય ઉપજાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે , જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરતી એજન્સી એન્ટી કરપ્શન બ્યુરોના એક અધિકારી પોતે જ ભ્રષ્ટાચાર કરતાં ઝડપાયા છે. જયપુરમાં એન્ટી કરપ્શન બ્યુરોના એક અધિકારી પાસેથી 9.35 લાખ રૂપિયા મળી આવ્યા હતા. એસીબીની સ્પેશિયલ ટીમે પોતાના જ વિભાગના એક અધિકારી સામે કાર્યવાહી કરતી વખતે રોકડ રકમ જપ્ત કરી છે અને હવે આરોપી અધિકારીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જેના પગલે આ એજન્સીની કામગીરી મુદ્દે પ્રશ્નો ઉભા થયા છે.

એસીબીના એડિશનલ એસપી જ ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ એસીબી મુખ્યાલયની સૂચના પર શુક્રવારે, સ્પેશિયલ યુનિટ ની ટીમે એસીબીના એડિશનલ એસપી જગારામ મીણાની કારની તલાશી લીધી હતી. જેમાંથી 9 લાખ 35 હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા.

ટીમને ગુપ્ત માહિતી મળી હતી

આ કાર્યવાહી જયપુરને અડીને આવેલા શિવદાસપુરા ટોલ પ્લાઝા પર કરવામાં આવી હતી, જ્યારે જગારામ મીણા ઝાલાવાડથી જયપુર પરત ફરી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એસીબીની એક ખાસ ટીમ દ્વારા મીણાની કારની તલાશી લેવામાં આવી હતી, જેનું નેતૃત્વ એસીબીના એડિશનલ એસપી પુષ્પેન્દ્ર સિંહ રાઠોડ કરી રહ્યા હતા. ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે કારમાં ગેરકાયદે રોકડ હોઈ શકે છે. જેના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ

આ કાર્યવાહી દરમિયાન એસપી મીણાની હાજરીમાં કારની તલાશી લેવામાં આવી હતી અને રોકડ મળી આવ્યા બાદ, નોટો ગણી અને જપ્ત કરવામાં આવી હતી. હાલમાં રોકડના સ્ત્રોત વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. એડિશનલ એસપી રાઠોડે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ ની નીતિ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે અને જો કોઈ વ્યક્તિ, ભલે તે ગમે તે હોદ્દો ધરાવે છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો…જયપુરમાં ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ પર હુમલો, વોન્ટેડ આરોપી છોડાવવા આવેલા બેની ધરપકડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button