નેશનલ

Major Reshuffle: રાજસ્થાન સરકારમાં ૧૦૦થી વધુ આઇએએસ અધિકારીઓની બદલી…

જયપુરઃ રાજસ્થાન સરકારે એક મોટા વહીવટી ફેરબદલમાં જયપુર અને બાંસવાડાના વિભાગીય કમિશ્નરો સહિત ૧૦૦થી વધુ આઇએએસ અધિકારીઓની બદલી કરી છે. ગુરૂવારે મોડી રાત્રે કર્મચારી વિભાગના આદેશ અનુસાર ૯૬ ભારતીય વહીવટી સેવા (આઇએએસ) અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જ્યારે ઓર્ડરની રાહ જોઇ રહેલા ૧૦ અધિકારીઓને નવી પોસ્ટિંગ મળી છે.

જો કે અધિક મુખ્ય સચિવ (નાણા) અખિલ અરોરા અને મુખ્ય સચિવ(ગૃહ) આનંદ કુમારે તેમના હોદ્દા જાળવી રાખ્યા છે. અરોડા અગાઉની કોંગ્રેસ સરકાર દરમિયાન નાણા વિભાગમાં અધિક મુખ્ય સચિવ પણ હતા. કુમાર ૨૦૨૨થી ગૃહ વિભાગમાં છે.

ફેરબદલમાં જેઓની બદલી કરવામાં આવી છે તેમાં જયપુર અને બાંસવાડાના ડિવિઝનલ કમિશ્નરો તેમજ જયપુર સહિત ૧૩ જિલ્લાના કલેક્ટરનો સમાવેશ થાય છે. અધિક મુખ્ય સચિવ(સ્વાસ્થ્ય) તરીકે નિયુક્ત શુભ્રા સિંહ રોડવેઝના ચેરમેનનો પદભાર સંભાળશે. તેમની બદલીની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી.

ગાયત્રી એ રાઠોડને પ્રવાસન વિભાગમાંથી હટાવીને આરોગ્ય વિભાગમાં મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. ભાસ્કર સાવંતને પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ વિભાગના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. સમિત શર્માને પશુપાલન વિભાગમાં મોકલવામાં આવ્યા છે.

પરિવહન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રેયા ગુહાને ગ્રામીણ વિકાસ વિભાગમાં મોકલવામાં આવ્યા છે. કૃષિ વિભાગમાં મુખ્ય સચિવ રહી ચૂકેલા વૈભવ ગલરિયા શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગમાં મુખ્ય સચિવ તરીકેનો હોદ્દો સંભાળશે. તેઓ ટી રવિકાંતનું સ્થાન લેશે, જેમને ખાણ અને પેટ્રોલિયમ વિભાગમાં મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે.

બાંસવાડાના ડિવિઝનલ કમિશ્નર નીરજ કે પવનને રમતગમત વિભાગમાં વહીવટી સચિવ બનાવવામાં આવ્યા છે. રશ્મિ ગુપ્તા આરુષિ અજય મલિકના સ્થાને જયપુર ડિવિઝનલ કમિશ્નરનું પદ સંભાળશે. જયપુરના નવા કલેક્ટર જીતેન્દ્ર સોનીને ડુડુ અને જયપુર ગ્રામીણ કલેક્ટરનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.

Show More

Related Articles

Back to top button
Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે?