CNG પંપના કર્મચારીને થપ્પડ મારવી અધિકારીને ભારે પડી! SDMને સસ્પેન્ડ કરવામાં આવ્યા

જયપુર: રાજસ્થાન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ(RAS) ના અધિકારી છોટુ લાલ શર્માએ તાજેતરમાં ભીલવાડાના એક CNG પંપ પર ભારે હોબાળો મચાવ્યો હતો અને પેટ્રોલ પંપના કર્મચારીને થપ્પડ મારી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ પર વાયરલ થતાં, અધિકારી સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી. હવે રાજસ્થાન સરકારે છોટુ લાલ શર્માને સસ્પેન્ડ કર્યા છે.
છોટુ લાલ શર્મા અગાઉ પણ ઘણા વિવાદોમાં રહ્યા છે, હવે સરકારે કડક કાર્યવાહી કરી છે. છોટુ લાલ શર્માને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજસ્થાન વહીવટતંત્રના સંયુક્ત સચિવે આદેશમાં જણાવ્યું કે વહીવટી કારણોસર છોટુ લાલ શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને રાજ્યપાલે આ કર્યવાહીને મંજુરી આપી છે.
શું હતો મામલો:
RAS અધિકારી છોટુ લાલ શર્મા પ્રતાપગઢના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ(SDM) તારીફે ફરાજ બજાવતા હતાં. તેઓ કારમાં પરિવાર સાથે અજમેર-ભીલવાડા હાઈવે પરથી પસાર થઇ રહ્યા હતાં, તેઓ જસવંતપુરા ગામ પાસે આવેલા ફ્યુઅલ સ્ટેશન પર CNG ભરાવવા રોકાયા.
અહેવાલ મુજબ SDMએ અન્ય ગ્રાહકો પહેલા પોતાની કારમાં પહેલા ગેસ ભરવા ફ્યુઅલ સ્ટેશન પર હાજર કર્મચારીઓને દબાણ કર્યું. કર્મચારીને લાઈનમાં ઉભા રહેવાનું કહેતા છોટુ લાલ શર્માએ છોટુ લાલ શર્માનું અપમાન કર્યું. SDMએ ફ્યુઅલ સ્ટેશન કર્મચારીને થપ્પડ મારી, અને પછી કર્મચારીએ પણ SDM ને થપ્પડ મારી. બંને વચ્ચે મારામારી થઇ જતાં, હોબાળો મચી ગયો હતો.
ફ્યુઅલ સ્ટેશનના કર્મચારીઓ સામે ફરિયાદ:
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતાં અને મામલાની તપાસ શરૂ કરી. પોલીસે દીપક માલી, પ્રભુલાલ કુમાવત અને રાજા શર્માની ધરપકડ કરી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. છોટુ લાલના પત્ની દીપિકા વ્યાસે ફ્યુઅલ સ્ટેશનના કર્મચારીઓ વિરુદ્ધ છેડતીનો આરોપ સાથે FIR નોંધાવી છે.
વિવાદો રહેતા છોટુ લાલ શર્મા:
મારામારીના દ્રશ્યો ફ્યુઅલ સ્ટેશનન CCTV કેમેરામાં કેદ થયા હતાં. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા છોટુ લાલ શર્મા સામે કાર્યવાહીની માંગ ઉઠી હતી.
આગાઉ છોટુલાલ શર્માની પૂર્વ પત્નીને તેમના પર મારપીટ અને ઘરમાંથી કાઢી મુકવાના આરોપ લગાવ્યા હતા. આગાઉ લાંચ લેવાના આરોપ સર છોટુલાલ શર્માને સસ્પેન્ડ કરવમાં આવ્યા હતાં. આગાઉ તેમને ત્રણ વખત પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.



