નેશનલ

રાજસ્થાન ચૂંટણી: કોંગ્રેસની બીજી યાદીમાં ગહેલોત કેમ્પના લોકો IN, પાયલોટના લોકો OUT!

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 43 ઉમેદવારો પર કોંગ્રેસ દાવ રમશે.

આ યાદીમાં ઉમેદવારોના નામ જોતા એવું સ્પષ્ટ જણાઇ આવે છે કે વર્તમાન મુખ્યપ્રધાન અશોક ગહેલોતના સમર્થકોને ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગહેલોત સરકારમાં મુખ્ય સચિવ રહી ચુકેલા નિરંજન આર્યને સોજતથી ટિકીટ અપાઇ છે. પૂર્વ સાંસદ અને CWCના અસ્થાયી સભ્ય રઘુવીર મીણાને પણ ટિકીટ અપાઇ છે. અપક્ષ ઉમેદવાર રહેલા લક્ષ્મણ મીણાને બસ્સીથી બાબુલાલ નાગરને દૂદૂથી, જ્યારે ઓમપ્રકાશ હુડલાને મહુઆથી ટિકિટ આપવામાં આવી છે.

સિરોહીથી સંયમ લોઢાને ટિકિટ અપાઇ છે જેઓ પહેલા અપક્ષ ધારાસભ્ય પણ હતા. તેમને હાલમાં જ કોંગ્રેસનું સભ્યપદ આપવામાં આવ્યું છે. આ તમામ ગેહલોત કેમ્પના લોકો છે. આ યાદીમાં જેટલા પણ નામ છે તે માત્ર ગેહલોત સમર્થકોના છે. જેટલા પણ અપક્ષ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે, તેમણે ગત ચૂંટણીમાં સચિન પાયલટના સમર્થકોને હરાવ્યા હતા, આનો અર્થ એ થયો કે આ લિસ્ટમાં રહેલા પાયલોટના જૂથના લોકોની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે.

અગાઉ કોંગ્રેસે 33 ઉમેદવારોની ટૂંકી પરંતુ મજબૂત યાદી બહાર પાડી હતી. જેમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા સહિત વર્તમાન પ્રધાનો અને ધારાસભ્યોને પણ ટિકિટ આપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button