ખાટુશ્યામ મંદિરથી પરત ફરતા શ્રદ્ધાળુઓની કાર પિકઅપ ટ્રક સાથે અથડાઈ, 7 બાળકો અને 3 મહિલાનું મોત…

રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક દુઃખદ માર્ગ અકસ્માત બન્યો છે, જેમાં ખાટુશ્યામ મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર અને એક પિકઅપ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનાએ આસપાસના વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે અને પરિવારોના જીવનમાં અચાનક આઘાત આપ્યો છે. આવા અકસ્માતો માર્ગ સુરક્ષાની જરૂરિયાતને વધુ તીવ્ર બનાવે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખાટુશ્યામજી મંદિરના દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર એક ઉભેલા પિકઅપ ટ્રક સાથે જોરદાર અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કુલ 10 વ્યક્તિઓના જીવ ગયા, જેમાં 7 બાળકો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટના બાપી વિસ્તાર પાસે બની હતી.
પોલીસ અધિક્ષક સાગર રાણાએ આ અકસ્માતની પુષ્ટિ કરતાં કહ્યું કે, મંદિરથી આવી રહેલા શ્રદ્ધાળુઓ આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. અત્યાર સુધીમાં 10 વ્યક્તિઓના મોતની માહિતી મળી છે, જ્યારે 7-8 લોકોને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. પોલીસ અકસ્માતને લઈ વધુ તાપસ હાથ ઘરી છે.
આ અકસ્માતની તપાસમાં અધિકારીઓ સતત કાર્યરત છે, જેથી કારણો અને જવાબદારીઓ સ્પષ્ટ થઈ શકે. આવી દુર્ઘટનાઓથી બચવા માટે વાહનચાલકોને વધુ સાવચેતી અને નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ ટાળી શકાય.
આ પણ વાંચો…રાજસ્થાનના ખાટુશ્યામ મંદિર પરિસરમાં મારામારી: શ્રદ્ધાળુઓ સાથે દુર્વ્યવહારનો વીડિયો વાયરલ