Rajasthan ના દૌસામાં 44 કલાકથી બોરવેલમાં ફસાયો પાંચ વર્ષનો બાળક, ટનલ બનાવી રેસ્ક્યૂ કરવાનો પ્રયાસ

દૌસા : રાજસ્થાનના(Rajasthan)દૌસાના કાલીખાડ ગામમાં બોરવેલમાં પડેલા પાંચ વર્ષના બાળક આર્યનને 44 કલાક પછી પણ બહાર કાઢી શકાયો નથી. જેના કારણે હવે આર્યનના પરિવારના સભ્યો અને વહીવટી અધિકારીઓની ચિંતા વધી ગઈ છે. આર્યન સોમવારે સાંજે 3 વાગ્યાથી ખાધા-પીધા વગર બોરવેલમાં પડ્યો હતો. જ્યારે એનડીઆરએફ અને એસડીઆરએફન ટીમ વહીવટીતંત્રની સાથે છેલ્લા 44 કલાકથી સતત આર્યનને સુરક્ષિત બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. આજે સાંજ સુધીમાં આર્યનને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવશે તેવી આશા છે.
હાઈટેક મશીનની મદદથી ટનલ બનાવવામાં આવી રહી છે
આર્યનનો પરિવાર તેના સુરક્ષિત બહાર આવવાની સતત રાહ જોઈ રહ્યો છે. બોરવેલમાં પડ્યા બાદથી આર્યન સુધી પાણી પણ પહોંચી શક્યું નથી. આના પરથી જ તેની હાલતનો અંદાજ લગાવી શકાય છે. હાઈટેક મશીનની મદદથી ટનલ બનાવીને બાળકને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ બચાવ કાર્યનો વધતો સમય અને આર્યનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખૂબ જ પડકારજનક છે.
Also read: રાજસ્થાનમાં હરો-ફરો, મોજ કરો અને પાછા આવીને જમા કરાવો બિલ, સરકાર આપશે આટલી મોટી રકમ…
અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા
5 વર્ષના આર્યનને બચાવવા રિંગ લગાવીને તેના હાથ અને પગને દોરડા વડે પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રયાસમાં પણ સફળતા ન મળી શકી. દોરડું યોગ્ય રીતે પકડવામાં સક્ષમ ન હોવાનું કારણ માનવામાં આવે છે. જેના કારણે બાળક હજુ પણ બોરવેલમાં ફસાયેલ છે. બચાવ ટુકડી નવી તકનીકોનો ઉપયોગ કરીને તેના પ્રયાસો ચાલુ રાખ્યા છે. ટનલ બનાવવાનું અને બોરવેલ ખોદવાનું કામ ઝડપી કરવામાં આવ્યું છે. જેથી શક્ય તેટલી વહેલી તકે બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.
કિરોડી લાલ મીના મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા
કેબિનેટ મંત્રી કિરોડી લાલ મીણા પણ મંગળવારે મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે બચાવ કામગીરીની માહિતી લીધી હતી. તેમને આશા હતી કે બાળકને 2-3 કલાકમાં બહાર કાઢી લેવામાં આવશે.પરંતુ હજુ સુધી આ શક્ય બન્યું નથી. તેમજ બાળક જલ્દીથી બહાર આવે તે માટે દરેક લોકો પ્રાર્થના કરી રહ્યા છે.