ટોપ ન્યૂઝનેશનલ

Accident: રાજસ્થાનમાં પુલ સાથે અથડાઈને બસનો નીકળી ગયો કચ્ચરઘાણ, 12 લોકોનાં મોત

Bus Accident: રાજસ્થાનના સીકરના લક્ષ્મણગઢ વિસ્તારમાં એક પૂરપાટ દોડતી બસ પુલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના કૂરચા ઉડી ગયા હતા. આ ઘટનામાં 12 લોકોના મોત થયા હતા, જ્યારે 40થી વધારે લોકો દુર્ઘટનામાં ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ઘાયલોને લક્ષ્મણગઢ અને સીકરની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસ મુજબ, બસ સુજાનગઢથી વાયા સાલાસર-લક્ષ્મણગઢ-નવલગઢ થઈ હતી હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, બસ ફૂલ સ્પીડમાં હતી. જેના કારણે ડ્રાઇવર વળાંકમાં બસના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો અને પુલ સાથે અથડાઈ. અકસ્માતમાં ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આ પણ વાંચો : તહેવાર ટાણે જ માતમ છવાયો: AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત

https://twitter.com/netaagiri/status/1851207446951346682

પોલીસે શું કહ્યું:
ઘટના અંગે મીડિયા સાથે વાત કરતાં એસપી ભુવન ભુષણ યાદવે જણાવ્યું, લક્ષ્મણગઢમાં એક બસ પુલ સાથે અથડાઈ હતી. દુર્ઘટનામાં 12 લોકોનાં મોત થયા અને ઘણા ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે લક્ષ્મણગઢ અને સીકરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. લક્ષ્મણગઢના પુલ પાસે બપોરે 2 કલાકે આ ઘટના બની હતી. સાલાસરથી લક્ષ્મણગઢ જતી ખાનગી બસ પુલ સાથે અથડાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button