નેશનલ

રાજસ્થાન અને આ રાજ્યોમાં 22મી જાન્યુઆરીએ રહેશે ડ્રાય ડે….

જયપુરઃ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે.ત્યારે તેમના માટે ભક્તો પોતાની રીતે યોગદાન આપે જાય છે. ત્યારે પ્રભુ રામ આવવાના છે તેના માનમાં અયોધ્યામાં અને ઉત્તર પ્રદેશમાં ડ્રાય ડે રાખવામાં આવ્યો છે. ત્યારે હવે રાજસ્થાનમાં પણ 22 જાન્યુઆરીએ ડ્રાય ડે રાખવામાં આવશે. પ્રભુ રામના આગમનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે રામ મંદિરના અભિષેક સમારોહને કારણે સમગ્ર દેશમાં તે દિવસે પ્રભુ રામના રંગે રંગાવા માટે મીટ માંડીને બેઠો છે.

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેકને ધ્યાનમાં રાખીને ભાજપ શાસિત ઘણા રાજ્યોની સરકારોએ 22 જાન્યુઆરીએ દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજસ્થાન પહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને આસામમાં પણ 22 જાન્યુઆરીએ દારૂના વેચાણ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

યુપી સરકારે તો 22 જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં જાહેર રજા જાહેર કરી છે. આ સાથે જ સરકારે આ દિવસે સમગ્ર રાજ્યમાં દારૂની તમામ દુકાનોને બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે. આબકારી વિભાગે રાજ્યના તમામ આબકારી કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખીને કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ તમામ દારૂની દુકાનો અને જે પણ અન્ય જગ્યાએ દારૂ મળે છે તે તમામ જગ્યાઓને બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત આ પત્રમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાયસન્સધારકો એ પણ પોતાની દુકાનો બંધ રાખવાની રહેશે અવે તેના માટે તેઓ કોઈપણ વળતર અથવા દાવા માટે હકદાર રહેશે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button