Rajasthan: કોટામાં 16 બાળકોને વીજ કરંટ લાગવાની ઘટનામાં 5 ગંભીર, સારવાર અર્થે જયપુર ખસેડાયા

કોટા: રાજસ્થાનના કોટામાં મહાશિવરાત્રીના એક ઉત્સવમાં વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી હતી. (rajasthan kota tragedy) જેમાં 16 બાળકો દાઝી ગાયના સમાચાર બહાર આવ્યા હતા. આ 16 ઘાયલ બાળકો માંથી 5 બાળકોને મોદી રાત્રે જયપુર શિફ્ટ કરવામાં આવ્યા છે જેની હાલત ગંભીર માનવમાં આવી રહી છે. આ ઘટનામાં ઘાયલ બાળકોને દરેક સંભવ સારવાર કરવાના રાજસ્થાનના મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ તંત્રને ટકોર કરી દીધી છે. આ સાથે જ સરકારે આ ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના પણ કરવામાં આવી છે.
કૂંહાડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સાગતપુરા વિસ્તારમાં 10 થી 16 વર્ષની વયના બાળકો ઓછી ઊંચાઈના ‘હાઈ ટેન્શન’ વાયરના સંપર્કમાં આવી ગયા હતા. એક બાળક 100 ટકા દાઝી ગયો હતો. અન્ય પાંચ બાળકો 50 ટકા દાઝી ગયા હતા. કોટાની MBS હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી, પરંતુ તેની તબિયત બગડતાં મોડી રાત્રે તેને જયપુર ખસેડવામાં આવ્યો હતો.