રાજ ઠાકરેએ શરૂ કરી દીધી બીએમસી ઈલેક્શનની તૈયારીઃ ઔરંગઝેબની કબરના વિવાદ મામલે કહ્યું કે…

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેએ રવિવારે બીએમસી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંક્યું હતું. તેમણે મહારાષ્ટ્ર અને મરાઠીને ‘અન્ય’ના પ્રભાવથી બચાવવા માટે, તેમની જાતિને ધ્યાનમાં લીધા વિના, બધા મરાઠીઓને એક થવા હાકલ કરી હતી. તેમણે મરાઠી કાર્ડનો દાવ રમ્યો હતો અને સાથે જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ ટેકો આપવાની જાહેરાત કરી હતી પણ તેમણે શરત મૂકી હતી કે તેઓ મહારાષ્ટ્ર અને મરાઠી લોકોનાં હિત માટે કામ કરે.
કોઇ મરાઠી માણુસ જેટલા મૂંઝાયેલા નથી
રાજ ઠાકરેએ ફરી મરાઠી કાર્ડ રમ્યું હતું અને મરાઠીઓને એક થવા કહ્યું હતું. તેમણે જણાવ્યું કે આપણે જ મરાઠી સમાજ તરીકે એક થઈ પોતાનું પ્રતિનિધિત્વ કરતા નથી. તેમણે આ માટે દક્ષિણના રાજ્યોનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે જુઓ જ્યારે કેન્દ્ર સરકાર હિન્દી લાદવાનો પ્રયાસ કરે છે ત્યારે તમિલનાડુ તેના ગૌરવ માટે કેવી રીતે લડે છે, પરંતુ આપણે એક શરણાગતિ સ્વીકારનાર સમાજ છીએ. મેં ક્યારેય કોઈને મરાઠી માણુસ જેટલા મૂંઝાયેલા જોયા નથી.
આ પણ વાંચો:New India: ભારતના સૌપ્રથમ ‘વર્ટિકલ લિફ્ટ પમ્બન’ બ્રિજનો સફળ ટ્રાયલ
મરાઠીઓ તરીકે એક થવું જોઈએ
તેમણે આગળ કહ્યું કે આ માટે તેઓ લોકોને દોષ નહીં આપે કારણ કે તેમની લડાઈ નહિ લડવા પાછળ નાણાકીય અને સામાજિક અસલામતી જવાબદાર છે. રાજકીય પક્ષો અને નેતાઓ શિક્ષણ, કૃષિ અને રોજગાર જેવા વાસ્તવિક મુદ્દાઓ પરથી તમારું ધ્યાન હટાવવા માટે તમને જાતિના આધારે વિભાજીત કરી રહ્યા છે. પરંતુ તમારે મરાઠીઓ તરીકે એક થવું જોઈએ અને એકવાર તમે તે કરી લેશો પછી રાજકીય નેતાઓ તમારાથી ડરશે.
દરેકે મરાઠીનું સન્માન કરવું પડશે
વળી તેમણે મરાઠી ભાષાનો મુદ્દો પણ ઉઠાવતા કહ્યું હતું કે મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અન્ય લોકોથી ઘેરાયેલી છે અને તેમણે MNSનાં કાર્યકરોને બધી બેંકો અને સંસ્થાઓની તપાસ કરવાનો અને ત્યાં મરાઠીનો ઉપયોગ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે એવું કહેવાની હિંમત કેમ થઈ શકે કે તેઓ મરાઠી સમજી શકતા નથી અને બોલતા નથી? મરાઠી મહારાષ્ટ્રની ભાષા છે, અને દરેકે તેનું સન્માન કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે મરાઠી યુવાનોને નોકરીઓ અને પ્રોજેક્ટ્સ મળી રહ્યા નથી કારણ કે તેઓ બહારના લોકોને આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે મોટી દુર્ઘટનાઃ ત્રણ મહિલા સહિત છનાં મોત
ધર્મને તમારા ઘરની અંદર પાળવો જોઇએ
તેમણે કહ્યું, ધર્મને તમારા ઘરની અંદર પાળવો જોઇએ રોડ પર ઉતરીને નહીં. તેમણે તુર્કીનું ઉદાહરણ આપ્યું હતું. જ્યારે મુસ્લિમો રમખાણોમાં રસ્તા પર ઉતરે છે ત્યારે જ હિન્દુને હિન્દુ તરીકે ઓળખવામાં આવે છે. નહિંતર હિન્દુઓ જાતિઓમાં વહેંચાયેલા છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની સરકાર પર પણ સવાલ ઉઠાવ્યા, અને તેના પર વચનો પૂરા ન કરવાનો આરોપ લગાવ્યો.
ફિલ્મ જોઈને જાગે તેવા હિંદુઓની જરુર નહિ
તેમણે લોકોને ઉશ્કેરાઈ જવા કે વિચલિત ન થવા વિનંતી કરતાં કહ્યું હતું કે શિવાજી પહેલા અને શિવાજી બાદનાં યુગમાં સામાજિક-રાજકીય પરિસ્થિતિઓ અલગ હતી. તેમણે કહ્યું, ‘આપણે વર્તમાન સમયના વાસ્તવિક મુદ્દાઓ ભૂલી ગયા છીએ. જે હિન્દુઓ ફિલ્મ જોઈને જાગી જાય છે તેઓ કોઈ કામના નથી. શું તમને વિક્કી કૌશલને જોઈને સંભાજી મહારાજના બલિદાન વિશે અને અક્ષય ખન્નાને જોઈને ઔરંગઝેબ વિશે ખબર પડી?