નેપાળમાં વરસાદી આફતઃ ભૂસ્ખલન અને પૂરને કારણે 42 લોકોનાં મોત, હવાઈ સેવા પર અસર

કાઠમંડુઃ નેપાળમાં ભારે વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 42 લોકોનાં મોત થયા છે, જ્યારે જાહેર પરિવહન સહિત હવાઈ સેવા પર પણ અસર પડી છે. નેપાળના પૂર્વ પ્રાંતમાં સૂર્યોદય અને મંગસેબુંગ નગરપાલિકાના વિસ્તારોમાં અનેક લોકો ભોગ બન્યા છે.
ભારે વરસાદને કારણે મોટી જાનહાનિને કારણે પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે હજુ મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. રાહત અને બચાવ કામગીરી માટે સુરક્ષા એજન્સીને અસરગ્રસ્ત વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે.
આપણ વાંચો: પાળમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલનની ચેતવણી, કાઠમંડુમાં વાહન વ્યવહાર સ્થગિત…
નેપાળની આર્મી, સશ્સત્ર દળ અને નેપાળ પોલીસને તહેનાત
આજે સવારના સૂર્યોદય નગરપાલિકા વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે મંગસેમ્બુગ નગરપાલિકામાં ત્રણ અને ઈલમ નગરપાલિકામાં છ લોકોનાં મોત થયા છે. હાલના તબક્કે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નેપાળની આર્મી, સશ્સત્ર દળ અને નેપાળ પોલીસને તહેનાત કરવામાં આવ્યા છે.
ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. કાઠમંડુના ઘાટી વિસ્તારોમાંથી અસરગ્રસ્તોને ખસેડવા માટે યુદ્ધનો ધોરણે એજન્સી કાર્યરત હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: પાળમાં ભારે વરસાદને કારણે બિહારમાં પૂરની સ્થિતિ, કોસી બેરેજમાંથી પાણી છોડાતા 13 જિલ્લામાં એલર્ટ
બાગમતી, હનુમંતે, મનોહરા, નક્ખુ અને બલ્ખુ નદીઓનું જળસ્તર વધી શકે
શનિવારથી લઈને રવિવારના હજારો લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે, જ્યારે જરુરિયાતમંદ લોકોને મદદ પણ પહોંચાડવામાં આવી રહી છે.
સરકારી એજન્સીએ તાકીદ કરતા સ્થાનિકોને જણાવ્યું છે કે નદીઓના પાણીની સપાટીમાં ગમે ત્યારે વધારો થઈ શકે છે, તેથી નદીકિનારાના આસપાસના વિસ્તારોથી દૂર રહીને ટ્રાવેલ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગે બાગમતી, હનુમંતે, મનોહરા, ધોબી કોલા, વિષ્ણુમતી, નક્ખુ અને બલ્ખુ નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે, તેથી લોકોએ સાવધાની રાખવી હિતાવહ રહેશે.