તહેવાર ટાણે જ રેલવેએ કરી 72 જેટલી ટ્રેન રદ, પ્રવાસીઓને હાલાકી
નવી દિલ્હીઃ એક તરફ વરસાદને લીધે ઘણી ટ્રેન રદ થવાના કે મોડી થવાની ઘટનાઓ બનતી રહે છે અને પ્રવાસીઓ હાલાકી ભોગવે છે તો બીજી બાજુ તહેવાર ટાણે જ રેલવેએ એક બે નહીં 72 ટ્રેન રદ કરી છે. ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં શ્રાવણ મહિનાને લીધે અને મહારાષ્ટ્રમાં ગણેસોત્સવને લીધે ટ્રેનનો ઉપયોગ વધતો હોય છે ત્યારે આટલી બધી ટ્રેન રદ અને અન્ય 30 કરતા વધારે ટ્રેન પર અસર થવાથી પ્રવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવશે.
રેલવે પ્રશાસને આ ટ્રેનોને 4 થી 20 ઓગસ્ટ વચ્ચે રદ કરી દીધી છે. આ સમય દરમિયાન, 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે અને આ તહેવાર દરમિયાન લોકો મોટા પાયે પ્રવાસ કરે છે. 100 ટ્રેનો પ્રભાવિત થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ભારતીય રેલ્વે મહારાષ્ટ્રમાં રાજનાંદગાંવ અને નાગપુર રેલ્વે સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઈન બનાવી રહી છે. આ લાઇનના નિર્માણ માટે રાજનાંદગાંવ-કલમાના સ્ટેશન વચ્ચે મોટા પાયે પ્રી-ઇન્ટરલોકિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે રક્ષાબંધન પર્વ પર 100 ટ્રેનોને અસર થઈ રહી છે. તેમાંથી લગભગ 72 ટ્રેનો રદ કરવામાં આવી છે. 22 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે અને 6 ટ્રેનોના રૂટને ટૂંકાવી દેવામાં આવ્યા છે.
રેલવે પ્રશાસને આ ટ્રેનોને 4 થી 20 ઓગસ્ટ વચ્ચે રદ્દ કરી દીધી છે. આ સમય દરમિયાન, 19 ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર છે અને આ તહેવાર દરમિયાન લોકો મોટા પાયે પ્રવાસ કરે છે. 100 ટ્રેનો પ્રભાવિત થતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રાજનાંદગાંવ અને નાગપુર સ્ટેશનો વચ્ચે 228 કિમીની થર્ડ લાઇન કનેક્ટિવિટી માટે રેલવે લગભગ 3,540 કરોડ રૂપિયા ખર્ચી રહી છે.