નેશનલ

Customer is King: ટ્રેનમાં લેપટૉપ ખોવાયું તો રેલવેને થયો એક લાખનો દંડ

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વે પર મુસાફરોની સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ 1 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હીની એક ગ્રાહક અદાલતે રેલવેને તેની સેવાઓમાં દાખવાયેલી બેદરકારીને ધ્યાનમાં રાખીને 1 લાખ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવા જણાવ્યું છે.

નવી દિલ્હીની રહેવાસી જયા કુમારી વર્ષ 2016માં માલવા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી. તે દિલ્હીથી ઈન્દોર જઈ રહી હતી, તે દરમિયાન તેને ખબર પડી કે તેની બેગ ચોરાઈ ગઈ છે. તેની બેગમાં લેપટોપ, કાંડા ઘડિયાળ, જ્વેલરી સહિતની ઘણી કિંમતી વસ્તુઓ હતી. આ અંગે ફરીયાદી જયા જ્યારે રેલ્વે અધિકારીઓને મળી તો કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નહોતું. આવી સ્થિતિમાં જયાએ ગ્રાહક કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આ મામલામાં રેલ્વે પ્રશાસને કોર્ટમાં કહ્યું હતું કે, રિઝર્વેશન વગર કેટલાક મુસાફર આરક્ષિત કોચમાં ઘૂસી ગયા હતા અને તેણે જ આ કૃત્ય કર્યું હતું. જોકે કોર્ટ આ ફરિયાદ સાંભળવા તૈયાર ન હતું. આ સમગ્ર મામલાને જોતા ગ્રાહક કોર્ટે રેલવેની તમામ દલીલો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે રેલ્વે સાબિત કરવા માંગતી હતી કે જયાએ તેનાં સામાનની દેખરેખ ન કરી તેથી ચોરી થઈ.

કોર્ટે 3 જૂને પોતાના આદેશમાં કહ્યું હતું કે આ ઘટનામાં ઘણી કિંમતી વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. આ પછી, જ્યારે ફરિયાદી આ સંદર્ભે એફઆઈઆર નોંધાવવા માગતી હતી, ત્યારે તેને આ સંદર્ભે કાયદાકીય અધિકારોની સુવિધા પણ મળી ન હતી. આ સાથે કોર્ટે કહ્યું કે જો રેલવે પ્રશાસનની બેદરકારી અને સેવાઓનો અભાવ ન હોત તો આ ઘટના ન બની હોત.

આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં રેલ્વેએ કહ્યું કે જયાની ચોરીનો મામલો અલગ નથી. દરરોજ લગભગ 12 કેસ નોંધાય છે. જેમાં મોટાભાગની ચોરી અને લૂંટ છે. આ સિવાય દિલ્હીમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઓફિસમાં આ પ્રકારના 4,342 ફોજદારી કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2022માં કુલ કેસ 3065 હતા. એટલે કે માત્ર એક વર્ષમાં લગભગ 30 ટકાનો વધારો થયો હતો.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ