માઈચોંગ ચક્રવાતના કારણે રેલવેએ આ ટ્રેન રદ કરી
દેશના અમુક ભાગોમાં ચક્રવાતનું જોખમ ઝળુંબી રહ્યું છે ત્યારે રેલવેએ અગોતરા વ્યવસ્થાના ભાગરૂપે અમુક નિર્ણયો લીધા છે. આ અંગે રેલવેએ આપેલી માહિતી અનુસાર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં આવનારા ચક્રવાત માઈચોંગ ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી રહી છે.
આ અંગે રેલવેએ આપેલી વિગતો મુજબ 4 અને 5 ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ ટ્રેન રહેશે. 03 અને 4 ડિસેમ્બર 2023 ના રોજ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત દરિયાકાંઠે ત્રાટકેલા બિપરજૉય વાવાઝોડા સમયે ઘણી ટ્રેન ભુજ-ગાંધીધામ અટકી પડી હતી અથવા તો તેને ડાયવર્ટ કરવાની કે રદ કરવાની ફરજ રેલવેને પડી હતી.