રેલવે દ્વારા ત્રણ 'પૂજા સ્પેશિયલ' ટ્રેનોની જાહેરાત, જાણો કયા રૂટ પર અને ક્યારે દોડશે | મુંબઈ સમાચાર
નેશનલ

રેલવે દ્વારા ત્રણ ‘પૂજા સ્પેશિયલ’ ટ્રેનોની જાહેરાત, જાણો કયા રૂટ પર અને ક્યારે દોડશે

નવી દિલ્હી: આગામી ઓક્ટોબર મહિનામાં બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં મોટાપાયે ઉજવાતો ‘છઠ્ઠ પૂજા’ તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર માટે અન્ય રાજ્યમાં રહેતા યુપી અને બિહારના લોકો પણ પોતાના વતન આવી પહોંચતા હોય છે. આવા સમયે પરિવહનની મોટી સમસ્યા સર્જાય છે. રેલવેમાં ઘણા મહિનાઓ અગાઉ બુકિંગ શરૂ થઈ જાય છે. પરંતુ આવી સમસ્યા ન સર્જાય તે માટે ભારતીય રેલવે દ્વારા આગામી ત્રણ મહિના માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

બિહાર અને ઉત્તર પ્રદેશના યાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા

‘છઠ્ઠ પૂજા’ જેવા તહેવાર દરમિયાન મુસાફરોના વધતા ધસારાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા નવી ‘પૂજા સ્પેશિયલ’ ત્રણ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 13 સપ્ટેમ્બરથી આ ત્રણ ટ્રેન અલગ-અલગ રૂટ પર દોડશે. કંઈ ટ્રેન ક્યાંથી ઉપડશે અને ક્યાં પહોંચશે આવો જાણીએ.

પુરી-પટના સ્પેશિયલ(08439/08440) ટ્રેન દર શનિ-રવિ વારે દોડશે. 13 સપ્ટેમ્બરથી 29 નવેમ્બર સુધી દર શનિવારે બપોરે 2:55 વાગ્યે પુરીથી ઉપડશે. ટ્રેન નંબર 08440 દર રવિવારે 14 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી બપોરે 13:30 વાગ્યે પટનાથી ઉપડશે. આ ટ્રેન પુરીથી પટનાના કુલ 24 ફેરા લગાવશે. 14 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી આ ટ્રેન દર રવિવારે દોડશે.

આપણ વાંચો: કોંકણમાં ગણેશોત્સવ માટે 16 સ્પેશિયલ ટ્રેન

ધનબાદ-ગોરખપુર સ્પેશિયલ(03677/03678) ટ્રેન નંબર 03677 દર રવિવારે 21 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી રાત્રે 8:45 વાગ્યે ધનબાદથી ઉપડશે. ટ્રેન નંબર (03678) 22 સપ્ટેમ્બરથી 1 ડિસેમ્બર સુધી દર સોમવારે બપોરે 3:30 વાગ્યે ગોરખપુરથી ધનબાદ માટે ઉપડશે. આ ટ્રેન કુલ 20 ફેરા લગાવશે.

વિશાખાપટ્ટનમ-બેંગલુરુ સ્પેશિયલ(03208/03207) ટ્રેન વિશાખાપટ્ટનમથી સર એમ. વિશ્વેશ્વરૈયા ટર્મિનલ (બેંગલુરુ) સુધી દોડશે. ટ્રેન નંબર 03208 દર શનિવારે 14 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી સાંજે 5:20 વાગ્યે વિશાખાપટ્ટનમથી ઉપડશે. ટ્રેન નંબર (03207) 15 સપ્ટેમ્બરથી 1 ડિસેમ્બર સુધી દર રવિવારે બેંગલુરુથી બપોરે 3:55 વાગ્યે ઉપડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમથી બેંગલુરુના કુલ 12 ફેરા લગાવશે.

આપણ વાંચો: દેશમાં દિવાળી અને છઠ પૂજા દરમિયાન 12,000 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવાશે, બિહાર માટે નવી ટ્રેનોની જાહેરાત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button