નેશનલ

મધ્યમ વર્ગના લોકોને રેલવે પ્રધાને આપી મોટી ભેટ

નવી દિલ્હીનાણા પ્રધાન નિર્મલા સીતારમણે મોદી 3.0નું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું . રેલવે બજેટ પણ હવે સામાન્ય બજેટમાં જ આવી જતું હોવાથી આ બજેટ દરમિયાન તમામની નજર રેલવેને લગતી જાહેરાતો પર ટકેલી હતી. જો કે, બજેટ દરમિયાન રેલવે શબ્દનો ઉલ્લેખ માત્ર એક જ વાર થયો હતો. પરંતુ બજેટ બાદ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કરોડો રેલવે મુસાફરો માટે સારા સમાચાર આપ્યા છે.

મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા પરિવારોને ખુશખબર આપતા રેલ્વે પ્રધાને કહ્યું છે કે રેલ્વે હાલમાં અઢી હજાર નોન-એસી કોચ બનાવી રહી છે અને આગામી ત્રણ વર્ષમાં વધુ દસ હજાર વધારાના નોન-એસી કોચ બનાવવામાં આવશે. રેલ્વેનો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતા પરિવારો અને મધ્યમ વર્ગને પોસાય તેવા ભાવે સુરક્ષિત મુસાફરી કરવા સક્ષમ બનાવવાનો છે. આ ટ્રેનો એક હજાર કિલોમીટરની મુસાફરી માટે લગભગ 450 રૂપિયાના ખર્ચે વિશ્વસ્તરીય સુવિધાઓ પ્રદાન કરે છે.

આગામી ત્રણ વર્ષમાં વધારાના 10,000 નોન-એસી કોચનું ઉત્પાદન કરવામાં આવશે, એવી તેમણે માહિતી આપી હતી.
રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે એમ પણ કહ્યું હતું કે 2014 પહેલા રેલ્વે માટે મૂડી ખર્ચ પરનું રોકાણ લગભગ 35,000 કરોડ રૂપિયા હતું, જ્યારે આજે તે રૂ. 2.62 લાખ કરોડ છે. રેલવે માટે આ એક રેકોર્ડ મૂડી ખર્ચ છે. રેલવેમાં આવા રોકાણ માટે હું વડાપ્રધાન અને નાણા પ્રધાનનો ખૂબ આભારી છું.

રેલ્વે પ્રધાને જણાવ્યું હતું કે, જો આપણે 2014 પહેલાના 60 વર્ષ પર નજર કરીએ તો, ટ્રેકની ક્ષમતા છે કે નહીં તેની ખાતરી કર્યા વિના નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી. રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિ સાથે કોઈ સંબંધ ધરાવતા ન હોય તેવા તદ્દન લોકપ્રિય પગલાં લેવામાં આવ્યા હતા. છેલ્લા 10 વર્ષોમાં વડા પ્રધાને એ સુનિશ્ચિત કરવા પર વ્યાપકપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે પાયો યોગ્ય રીતે નાખવામાં આવે.

રેલ્વે પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, “રેલવેમાં એસી અને નોન-એસી કોચનો રેશિયો સામાન્ય રીતે 1/3 અને 2/3 હોય છે. તે ગુણોત્તર જાળવી રાખવામાં આવ્યું છે. નોન એસી મુસાફરીની માંગ હવે વધી છે. વધુને વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે, વધુને વધુ લોકો નોન એસી સેગમેન્ટ માટે મુસાફરી સેવાઓની માંગ કરી રહ્યા છે. એટલા માટે અમે આ ખાસ ઝુંબેશ શરૂ કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button