
નવી દિલ્હી: રેલવેના મુસાફરો(Railway News)માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગરીબ મુસાફરો માટે આ મહિનાના અંત સુધીમાં ટ્રેનોમાં એક હજાર જનરલ કોચ ઉમેરવામાં આવશે અને એકંદરે 10 હજાર નવા કોચ ઉમેરવાનો કાર્યક્રમ છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં 1905ના ભારતીય રેલવે બોર્ડ એક્ટને 1989ના રેલવે અધિનિયમ સાથે એકીકૃત કરવાની જોગવાઈ સાથેનું બિલ રજૂ કર્યું હતું અને કહ્યું હતું કે તેના પસાર થવાથી રેલવેની કાર્યક્ષમતામાં વધારો થશે.
આ પણ વાંચો : Viral Video: બોલો, Central Railwayના કર્મચારીનો અજબ ફતવો, ટિકિટ જોઈતી હોય તો….
વૈષ્ણવે ચર્ચા અને પસાર કરવા માટે ‘રેલવે સંશોધન બિલ, 2024’ ગૃહમાં રજૂ કર્યું. તેમણે કહ્યું કે શરૂઆતમાં રેલવે એ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)નો એક ભાગ હતો અને 1905માં તેને PWDથી અલગ કરીને એક નવા રેલવે બોર્ડની રચના કરવામાં આવી હતી.
વૈષ્ણવે કહ્યું કે નવો રેલ્વે અધિનિયમ 1989માં કાયદામાં લાવવામાં આવ્યો હતો. પરંતુ 1905ના રેલ્વે બોર્ડ એક્ટને તેમાં એકીકૃત કરવામાં આવ્યો ન હતો. જે તે જ સમયે થવો જોઈતો હતો. તેમણે કહ્યું, “આ બિલ ફક્ત ભારતીય રેલવે બોર્ડ એક્ટ 1905ને રેલવે એક્ટ 1989 માં એકીકૃત કરવા માટે લાવવામાં આવ્યું છે. આ બિલ પસાર થવાથી રેલ્વેની ક્ષમતા અને વિકાસમાં વધારો થશે.
રેલ્વેનું વિદ્યુતીકરણ વધ્યું
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ગરીબ મુસાફરો માટે આ મહિનાના અંત સુધીમાં ટ્રેનોમાં એક હજાર જનરલ કોચ ઉમેરવામાં આવશે અને એકંદરે 10 હજાર નવા કોચ ઉમેરવાનો કાર્યક્રમ છે. તેમણે કહ્યું કે મોદી સરકારના શાસનમાં રેલ્વેનું બજેટ વધ્યું છે, રેલ્વેનું વિદ્યુતીકરણ વધ્યું છે અને તેનું નેટવર્ક પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે.
આ પણ વાંચો : Indian Railwayની ટ્રેન પર કેમ લખેલો હોય છે આ ખાસ કોડ, જાણી લેશો તો ફાયદામાં રહેશો, નહીંતર…
રેલ્વે અકસ્માતોને ઘટાડવા પર ધ્યાન
રેલવે પ્રધાને કહ્યું કે મોદી સરકારે રેલ્વેમાં સલામતી પર પણ ધ્યાન આપ્યું છે અને તેનું પરિણામ એ છે કે યુપીએ સરકાર દરમિયાન એક વર્ષમાં સરેરાશ 153 રેલ અકસ્માતો થયા હતા, ગયા વર્ષે 40 રેલ અકસ્માતો થયા હતા અને આ વર્ષે અત્યાર સુધીમાં 29 રેલ અકસ્માતો થયા છે. રેલ્વે અકસ્માતો નોંધાયા છે. તેમણે કહ્યું કે રેલ્વે અકસ્માતોને વધુ ઘટાડવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.